રાહત / સામાન્ય માણસને મળી મોટી રાહત, પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તુ, જાણી લો આજના ભાવ

today petrol diesel price rates

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો મંગળવારે વૈશ્વિક ઈંધણ બજારમાં કાચા તેલના ભાવમાં ઘટાડો આવવાના કારણે નોંધાયો છે. આ મહિને પણ અનેક વાર ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે પણ પેટ્રોલના ભાવ ઘણા સમયથી સ્થિર રહ્યા છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 09 પૈસાનો અને ડીઝલમાં 11 પૈસાનો ઘટાડો કરાયો છે. આ પછી દિલ્હીમાં પેટ્રોલના ભાવ 81.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 73.50 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ