બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / today india corona cases 24 hours

હાશકારો / ગો કોરોના ગો! ચોથી લહેરની ચેતવણીઓ વચ્ચે કોરોના કેસમાં મોટી રાહત, એક જ દિવસમાં જુઓ કેટલો થયો ઘટાડો

Dhruv

Last Updated: 10:05 AM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાનાં નવા 1421 કેસ નોંધાયા છે તો 149નાં મોત નિપજ્યાં છે. મહત્વનું છે કે, દેશમાં ગઈ કાલે કોરોનાનાં 1660 કેસ નોંધાયા હતાં.

  • વિશ્વમાં વધતા જતા કેસો વચ્ચે દેશમાં કોરોનાનાં કેસમાં મોટી રાહત
  • આજે પણ કોરોનાનાં કેસમાં થયો ઘટાડો 
  • દેશમાં એક્ટિવ કેસ પણ ઘટીને 16 હજાર 187 થઇ ગયા

દેશમાં છેલ્લાં કેટલાંય સમયથી કોરોનાનાં કેસોમાં વધઘટ થઇ રહી છે. ત્યારે આજે કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 1421 નવા કેસ નોંધાયા છે અને 149 લોકોના મોત થયા છે. જે ગઈ કાલે 1660 કેસ હતાં. ત્યારે અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 4 કરોડ 30 લાખ 19 હજાર 453 કેસ નોંધાયા છે. ત્યારે અહીં જોઇશું કે, આખરે દેશમાં હાલમાં કોરોનાની શું છે પરિસ્થિતિ?

એક્ટિવ કેસો - 16,187 : કુલ રિકવરી - 4,24,82,262 : કુલ મોત - 5,21,004 : કુલ રસીકરણ - 1,83,20,10,030

દેશમાં એક્ટિવ કેસ ઘટીને 16 હજાર 187 થઇ ગયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈ કાલે દેશમાં 1 હજાર 826 લોકો સાજા થયા હતાં ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 16 હજાર 187 થઈ ગઈ છે. આ મહામારીનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 21 હજાર 4 થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 82 હજાર 262 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યાં છે.

અત્યાર સુધીમાં 183 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોના રસીના 13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં. ગઈ કાલે 29 લાખ 90 હજાર 658 ડોઝ આપવામાં આવ્યાં હતાં ત્યાર બાદ અત્યાર સુધીમાં વેક્સિનના 183 કરોડ 20 લાખ 10 હજાર 30 ડોઝ આપવામાં આવ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, 2 કરોડ (2,25,55,815) થી વધુ નિવારક રસીઓ આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી. તો કોરોના યોદ્ધાઓ માટે વેક્સિનેશન અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ