દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,380 કેસ નોંધાયા તો 1231 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 56ના મોત થયા છે.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,380 કેસ
1231 લોકોને ડિસ્ચાર્જ કરાયા તો 56ના મોત
દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધારે કેસ
દેશમાં ધીરે-ધીરે હવે કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે આજે દેશમાં છેલ્લાં 24 કલાકમાં આજે કોરોનાના નવા 2,380 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 449114 ના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 2,380 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે મંગળવારે કોરોનાના 2067 અને સોમવારે 1247 કેસ નોંધાયા હતાં. એવું કહેવાઇ રહ્યું છે કે ભારતમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.53% થઈ ગયો છે. તો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.43% છે.
દિલ્હીમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1,009 કેસ નોંધાયા છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. ગઈ કાલે દિલ્હીમાં કોરોનાના 601 કેસ નોંધાયા હતા. છેલ્લા ઘણાં દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દિલ્હીમાં સંક્રમણનો દર 5.70% એ પહોંચી ગયો છે. 314 લોકો સ્વસ્થ થઈને પરત આવ્યા છે. પરંતુ હવે ચિંતાની વાત એ છે કે 10 ફેબ્રુઆરી પછી ફરી એક વાર રાજધાનીમાં કેસ હજારને વટાવી ગયા છે.
હરિયાણામાં પણ વધી રહ્યાં છે કેસ
હરિયાણામાં પણ સતત કેસ ઝડપથી વધી રહ્યાં છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 310 કેસ નોંધાયા છે. જેમાંથી 225 કેસ ગુરુગ્રામમાં મળી આવ્યા હતા. આ પહેલાં સોમવારે હરિયાણા સરકારે ગુરુગ્રામ સહિત ચાર જિલ્લામાં માસ્ક ફરજિયાત કરી દીધું હતું. હરિયાણાના ફરીદાબાદમાં 67 કેસ મળી આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ વધીને 1252 થઈ ગયા છે.
જાણો અન્ય રાજ્યોની શું છે હાલત?
તમિલનાડુમાં કોરોના વાયરસના નવા 31 કેસ નોંધાયા છે તો 23 દર્દીઓ સાજા થયા છે. જો કે, કોરોનાના કારણે કોઈનું મોત થયું નથી. કર્ણાટકમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા છે જ્યારે 49 લોકો સાજા થયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોઈનું મૃત્યુ નથી થયું. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 1499 થઈ ગઈ છે.