બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / today heavy rainfall in ahmedabad monsoon 2022 news

ભાદરવો ભરપૂર / અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મૂશળધાર, અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે મેઘ મહેર

Dhruv

Last Updated: 02:31 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એકવાર ફરી મેઘરાજા પધરામણી કરી ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગની આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી અનુસાર અમદાવાદમાં એકવાર ફરી ધોધમાર વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.

  • અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ
  • શહેરમાં પશ્ચિમમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
  • આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એકવાર ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસ.જી.હાઈવે, બોડકદેવ અને વેજલપુર, સેટેલાઈટ અને બોપલ વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થઇ ચૂક્યું છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામી ચૂક્યો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાથી વરસાદી સિસ્ટમ સક્રિય છે. એવામાં ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.

આજે આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું છે કે,  12 સપ્ટેમ્બરે એટલે કે આજે સુરત અને નર્મદામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

આ ઉપરાંત 13 સપ્ટેમ્બરે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો અમદાવાદ, ખેડા, આણંદ ,મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં છુટોછવાયો, જ્યારે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

14 સપ્ટેમ્બરે સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. સાથે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. 15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rainfall Rain forecast in gujarat gujarat monsoon 2022 heavy rainfall in gujarat અમદાવાદમાં વરસાદ gujarat monsoon 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ