Today, 39 years ago, 70 inches of rain IN Vanthali
તારાજી /
આજના દિવસે 39 વર્ષ પહેલા વંથલીમાં પડ્યો હતો 70 ઈંચ વરસાદ, વડીલોને એ દ્રશ્યો હજુ પણ આંખ સામે તરે છે
Team VTV10:52 PM, 22 Jun 22
| Updated: 10:56 PM, 22 Jun 22
એક જ દિવસમાં 70 ઈંચ વરસાદે સર્જ્યો હતો વંથલી અને શાપુરમાં જળપ્રલય. સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા,વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું ખુવારીનું નિરીક્ષણ.
વંથલી અને શાપુર જળપ્રલયને આજે 39 વર્ષ પૂર્ણ
22 જૂન 1983ના દિવસે સર્જાયું હતું જળ હોનારત
એક જ દિવસમાં 70 ઇંચ વરસાદ ખાબક્યો હતો
સેંકડો લોકો અને પશુઓના થયા હતા મોત
આજે બધા વરસાદ ક્યારે આવે ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે.પરંતુ આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983 ના દિવસે વંથલી વિસ્તારના શાપુર ગામમાં ભયંકર જળ હોનારત સર્જાયું હતું જેમાં એક જ દિવસમાં 70 ઈંચ જેટલા વરસાદ ખાબક્યો હતો અને ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.જેના દૃશ્યો આજે પણ વડીલોની આખો સામેથી દુર નથી થતાં આ ઘટનાના આજે 39 વર્ષ પૂર્ણ થયા છે. લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા, છાપરા અને વૃક્ષો પર ચડી પોતાના જીવ બચાવ્યા હતા. ત્યારબાદ ચોથા દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી પહોંચ્યા હતા અને ફક્ત સાત દિવસમાં જ સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો.
જુઓ કેવી સર્જી હતી તારાજી
આજે બધા વરસાદ ક્યારે આવે ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે.પરંતુ આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983 ના વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાપુર ગામમાં આ સમયે સર્જાયેલ ભયંકર જળ હોનારત ના દૃશ્યો આજે પણ તે વડીલોની આખો સામેથી દુર થતા નથી.એક જ દિવસમાં 70 ઈંચ જેટલા વરસાદ થી ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા.આ ઘટનાના આજે 39 વર્ષ પૂર્ણ થયા છે.એક જ દિવસમાં 70 ઈંચ વરસાદ થી ચારે તરફ જળબંબાકાર થઈ ગયું હતું.ઓઝત,કાળવો, મધુવંતી અને ઉબેણ નદી ગાંડીતૂર બની હતી. જોત જોતામાં શાપુર અને વંથલીની ગઢની રાંગ કરતા પણ વધુ પાણી ભરાઈ ગયું હતું.લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા છાપરા અને વૃક્ષો પર ચડી ને રહ્યા હતા.48 કલાક સુધી પાણી ભરાયેલ રહ્યું હતું.રેલવે લાઇન પણ સંપૂર્ણ પણે નાશ પામી હતી.વીજળી નો પણ એક થાંભલો રહ્યો ના હતો.ટેલીફોનીક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો .અને રસ્તાઓ પણ સંપૂર્ણ પણે તૂટી ગયા હતા
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તારાજીથી આવાચક થઈ ગયા હતા
ઘટનાના ચોથા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવી પહોંચ્યા હતા.તારાજી થી આવાચક બની ગયા હતા.સાથે સાથે તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને ટોચના નેતાઓ પણ વંથલી અને શાપુર ગામની મુલાકાતે આવ્યા હતા.ફક્ત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો.આ હોનારતના આજે 39 વર્ષ થઈ ગયા છતાં આજે પણ તેમના ભયાનક દૃશ્યો આજે પણ ભૂલતા નથી.