બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આજના સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ લાગણીઓ લુપ્ત થતી જાય છે. સ્માર્ટફોનના જમાનામાં ક્યારે શું થઈ શકે તેનો કંઈ ખ્યાલ ન આવે. હમણાં જ થોડાક દિવસ પહેલા બે યુગલોએ વિડીયો કોલ પર લગ્ન કર્યા હતા. જ્યારે હવે તાજેતરમાં એક નવી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં ટેલિફોનિક બેસણાની વિગત દર્શાવી છે.
રિપોર્ટ અનુસાર મૂળ ગુજરાતના બોટાદના અને મુંબઈમાં સ્થાયી થયેલા શાંતાબેન ઝાંઝરુકીયાનું 88 વર્ષની વયે 6 ફેબ્રુઆરીના રોજ અવશાન થયું હતું. શાંતાબેનના અવસાન પછી તેમના દીકરાઓએ લોકોના સમયનો બગાડ ન થયા તે માટે ટેલિફોનિક બેસણાનું આયોજન કર્યું હતું.
ADVERTISEMENT
હવે ધીમે ધીમે જૂની પ્રથા લુપ્ત થતી જાય છે અને લોકો ડીજીટલ માધ્યમ તરફ વળી રહ્યાં છે. લોકો નવી દિશા તરફ વળી રહ્યાં છે.
આ બાબતે શાંતાબેનના દીકરાએ જણાવ્યું હતું કે આપણા પરિવારમાં કોઈનું અવસાન થાય તો બેસણાંમાં સગા સંબંધી મોઢું દેખાડે તેવો રીવાજ છે. લોકો દુર દુરથી આવતા હોય છે. અને ખાસ્સો સમય પણ બગડે છે તેથી ટેલિફોનિક બેસણું ગોઠવામાં આવ્યું છે. ટેલિફોનિક બેસણાંના કારણે લોકોનો સમય પણ ન બગડે અને દુરથી તેમને આવવું પણ ન પડે. અને ટેલિફોન પર વાત તે રૂબરૂ મુલાકાત સમાન જ છે.
ADVERTISEMENT
આ બેસણાંમાં 150 જેટલાં લોકોએ ટેલિફોન પર વાત કરી બેસણાંમાં હાજરી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.