બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / to get maa lakshmi blessing keep the earthen jar in this direction vastu tips

તમારા કામનું / માતા લક્ષ્મી સાથે છે માટીના ઘડાનું ખાસ કનેક્શન, ઘરમાં આ જગ્યા પર મુકતા જ ધનથી ભરાઈ જશે તીજોરી

Arohi

Last Updated: 04:38 PM, 25 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટીનો વાસણ રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ઘર હંમેશા ધન અને અન્નથી ભરેલું રહે છે. પરંતુ તેને યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ જરૂરી છે.

  • ઘરમાં જરૂર રાખો માટીનું વાસણ 
  • દેવી લક્ષ્મીનો થશે વાસ 
  • ધન અને અન્નથી ભરેલું રહેશે ઘર 

આજકાલ ઘરમાં માટીના વાસણની જગ્યા પર ફેન્સી જગ લગાવવામાં આવે છે. બહુ ઓછા ઘર એવા હશે જ્યાં માટીના ઘડા કે જગ જોવા મળશે. પરંતુ ઘરમાં માટીનો વાસણ રાખવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ બરાબર રહે છે. સાથે જ વાસ્તુ અનુસાર ઘરમાં માટીનું વાસણ રાખવું ફાયદાકારક છે. કહેવાય છે કે જે ઘરમાં માટીનું વાસણ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.

વાસ્તુ નિષ્ણાતો કહે છે કે માટીના વાસણને પાણીથી ભરેલું ઘરમાં રાખવાથી કુંડળીમાં મંગળ, બુધ, ચંદ્ર અને શનિ ગ્રહો બળવાન બને છે. તેમજ મા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિનું ઘર ધન- ધાન્યથી ભરપૂર રહે છે. ચાલો જાણીએ કે ઘરમાં માટીના વાસણ કે માટલું કઈ દિશામાં રાખવું શુભ છે.

ઘરમાં માટીના વાસણ મુકવાના યોગ્ય નિયમ 

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર બજારમાંથી નવુ માટલું લાવ્યા પછી તેને સાફ કરીને તેમાં પાણી ભરી રાખો. સૌથી પહેલા આ માટલાનું પાણી કોઈ છોકરીને પીવડાવો. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
  • માટીના વાસણને ઉત્તર દિશામાં રાખો કારણ કે તે વરુણ દેવ એટલે કે પાણીના દેવતાની દિશા છે. જો આ શક્ય ન હોય તો. તમે તેને ઉત્તર-પૂર્વમાં પણ રાખી શકો છો. આમ કરવાથી ઘરના સભ્યોની આવક વધે છે તેમને પ્રમોશન મળે છે.

  • યાદ રાખો કે માટીના વાસણને ક્યારેય ખાલી ન રાખો. ખાસ કરીને રાત્રે ઘડા ખાલી ન હોવા જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે. ઘડા ભરેલા રાખવાથી તમારું ઘર પણ પૈસા અને ભોજનથી ભરેલું રહેશે.
  • જો આર્થિક સમસ્યાઓનો અંત ન આવતો હોય અને કરિયર-વ્યવસાયમાં કોઈ સમસ્યા હોય તો દરરોજ સાંજે માટીના વાસણની સામે દીવો પ્રગટાવો. સાંજે કપૂર પણ સળગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે.

  • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે માટીના કુંડામાં પાણી ભરીને પીપળાના ઝાડ નીચે રાખો. આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
  • ઘરમાં માટીનું વાસણ રાખીને તેનું પાણી પીવાથી મંગળ, બુધ, ચંદ્ર અને શનિ ગ્રહ બળવાન બને છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ