બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Tied to 2-wheeler, Odisha man forced to run 2 km for failing to repay Rs 1,500

અમાનવીય / VIDEO : ઉછીના પૈસા પાછા ન આપતા યુવાનને સ્કૂટર સાથે બાંધીને રોડ પર દોડાવ્યો, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 11:03 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના કટક જિલ્લામાં બે યુવાનોએ પૈસા ન ચૂકવી શકનાર 22 વર્ષીય યુવાનને બે સ્કૂટર સાથે બાંધીને જાહેર રસ્તા પર દોડાવ્યો હતો.

  • ઓડિશાના કટક જિલ્લામાં અમાનવીય ઘટના
  • બે લોકોએ 22 વર્ષીય યુવાનને સ્કૂટર સાથે બાંધ્યો 
  • બિઝી રોડ પર બે કિલોમીટર સુધી દોડાવ્યો
  • વીડિયો વાયરલ થતા પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓને 

ઓડિશાના કટક શહેરમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં 22 વર્ષીય એક યુવાનને બે સ્કૂટર સાથે દોરડા વડે બાંધીને બે કિલોમીટર સુધી દોડાવાયો હતો. યુવાન લીધેલા 1500 રુપિયા સમયસર ન આપતા બે યુવાનોએ તેને આવી સજા આપી હતી. 

યુવાનને સ્કૂટર સાથે દોરડે બાંધીને દોડાવ્યો 

કટકના રહેવાશી જગન્નાથ બેહરાએ બે યુવાન પાસેથી ઉછીના 1500 રુપિયા લીધા હતા અને થોડા સમયમાં ચૂકવવાનો વાયદો કર્યો હતો પરંતુ વાયદાના સમયે તે પૈસા ચૂકવી ન શકતા બે યુવાન ઉશ્કેરાયા હતા અને તેમણે બેહરાને સજા કરવાનો નિર્ણય કર્યો. બે યુવાનોએ એક લાંબા દોરડા વડે બેહરાનો એક હાથ બાંધીને તેને બે સ્કૂટર સાથે બાંધી દીધો હતો અને પછી સ્કૂટરો જાહેર રોડ પર દોડાવી મૂક્યા હતા.   આ બાબતની જાણ પોલીસને થતાં દિવસ દરમિયાન બંનેની ધરપકડ કરવામાં આવી હતી. કટક શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પિનાક મિશ્રાએ અહીં જણાવ્યું હતું કે, આરોપીઓ પર ખોટી રીતે કેદ, અપહરણ અને હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જગન્નાથ બેહરાના હાથ 12 ફૂટ લાંબા દોરડાથી બાંધેલા હતા, જેનો બીજો છેડો ટુ-વ્હીલર સાથે જોડાયેલો હતો. તેને રવિવારે લગભગ 20 મિનિટ સુધી સ્ટુઅર્ટપટ્ટન સ્ક્વેરથી સુતાહાટ સ્ક્વેર સુધી, બે કિલોમીટરથી વધુના અંતરે, તેની પાછળ દોડવાની ફરજ પડી હતી.

સ્થાનિકોએ વચ્ચે પડીને યુવાનને બચાવ્યો 
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સુતાહાટ સ્ક્વેર ખાતે કેટલાક સ્થાનિક લોકોએ વચ્ચે પડીને યુવાનને બચાવ્યો હતો. યુવાને તેના દાદાના અંતિમ સંસ્કાર કરવા માટે ગયા મહિને બે આરોપીઓમાંથી એક પાસેથી 1500 રૂપિયા ઉધાર લીધા હતા. બેહેરાએ 30 દિવસમાં પૈસા ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ તે ચૂકવી શક્યો નહોતો આથી આરોપીઓએ તેની આવી સજા કરી હતી.  પોલીસે ટુ-વ્હીલર અને બંને દ્વારા ઉપયોગમાં લેવાયેલ દોરડું પણ જપ્ત કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ