Three IAS and one IRS officer were given new charge
ગાંધીનગર /
IAS સોનલ મિશ્રાને દિલ્હીમાં ડેપ્યુટશન, આ અધિકારીઓની થઈ બદલી તો કેટલાકને સોંપાયો વધારોના હવાલો, જુઓ લિસ્ટ
Team VTV06:47 PM, 01 Feb 23
| Updated: 07:05 PM, 01 Feb 23
રાજ્યના ત્રણ IAS અને એક IRS અધિકારીને નવી જવાદારી સોંપાઈ છે, જેમાં IAS સોનલ મિશ્રા દિલ્હીમાં ડેપ્યુટશન પર જશે તેમજ મિલીન તોરવણે કમિશનર ગ્રામીણ વિકાસમાં બદલી કરાઈ છે.
ત્રણ IAS અને એક IRS અધિકારીને નવી જવાદારી સોંપાઈ
મિલીન તોરવણેને કમિશનર ગ્રામીણ વિકાસમાં બદલી
મનોજ દાસને અધિક મુખ્ય સચિવ પંચાયતની વધારાની જવાબદારી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ત્રણ IAS અને એક IRS અધિકારીને નવી જવાદારી સોંપાઈ છે, જેમાં IAS સોનલ મિશ્રાને દિલ્હી કેન્દ્રમાં ડેપ્યુટશન પર જશે તેમજ મિલીન તોરવણે કમિશનર ગ્રામીણ વિકાસમાં બદલી કરવામાં આવી છે. સમીર વકીલ IRSને સ્પેશ્યલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષને ચીફ કમિશ્નર તરીકે વધારાનો હવાલો સોંપાવામાં આવ્યો છે.
IAS સોનલ મિશ્રાને દિલ્હી કેન્દ્રમાં ડેપ્યુટશન
રાજ્યના ચાર અધઇકારીઓને નવી જવાબદારી સોંપાઈ છે જેમાં સોનલ મિશ્રા દિલ્હીમાં ડેપ્યુટશન પર જશે અને સોનમ મિશ્રાને કેન્દ્ર સરકારમા સ્કિલ ડેવલપમેન્ટ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મિલીન તોરવણેને કમિશનર ગ્રામીણ વિકાસમા બદલી કરવામાં આવી છે જ્યારે મનોજ દાસ અધિક મુખ્ય સચિવ પંચાયતની વધારાની જવાબદારી નિભાવશે. સમીર વકીલ આઈઆરએસને સ્પેશ્યલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષને ચીફ કમિશ્નર તરીકે વધારાનો હવાલો સોંપાયો છે.
જુઓ લિસ્ટ..
ગઈકાલે આ અધિકારીઓને બઢતી તેમજ વધારોનો હવાલો સોંપાયો હતો
વિપુલ મિત્રા જીએનએફસીના ચેરમેન તરીકે નિમાયા હતા. ડી જે જાડેજા ચીફ ટાઉન પ્લાનર શહેરી વિકાસ વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. ડૉ. વિપુલ ગર્ગને ડાંગ-આહવા કલેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો હતો જ્યારે એ કે રાકેશને ગૃહ વિભાગનો એસીએસની જવાબદારી સોંપાઈ હતી. કમલ દયાણીને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગનો એસીએસનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. સોનલ મિશ્રાને પંચાયત-ગ્રામિણ વિકાસનો વધારાનો હવાલો સોંપાયો હતો.