બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / threatening twitter handel to kill yogi adityanath

ધમકી / ઓવૈસી બાદ હવે યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની મળી ધમકી, સામે આવ્યું આ ડોનનું નામ

Pravin

Last Updated: 05:16 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ટ્વિટર પર લેડી ડોન નામના એક ટ્વિટર હૈંડલ પર યોગીની હત્યા કરવાની ધમકી મળી છે. મામલો સામે આવ્યા બાદ પોલીસમાં હડકંપ મચી ગયો છે

  • આ ટ્વિટર હૈંડલ પરથી યોગીને જાનથી મારી નાખવાની મળી ધમકી
  • ધમકી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી
  • FIR નોંધી સાઈબર સેલને તપાસ સોંપી

 

યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ટ્વિટર પર લેડી ડોન નામના એક ટ્વિટર હૈંડલ પર યોગીની હત્યા કરવાની ધમકી મળી છે. મામલો સામે આવ્યા બાદ પોલીસમાં હડકંપ મચી ગયો છે અને ત્યાર બાદ હાપુડ જિલ્લા પોલીસે આ અંગેની ફરિયાદ પણ નોંધી લીધી છે.

ઓવૈસી તો મહોરુ છે, અસલી નિશાન યોગી આદિત્યનાથ

આ ધમકી ભર્યા ટ્વિટરમાં લખવામાં આવ્યું છે કે, ઓવૈસી તો એક મહોરુ છે, અસલી નિશાન તો યોગી આદિત્યનાથ છે. ભાજપની તમામ ગાડીઓ પર આરડીએક્સથી હુમલો થશે. યુપી પોલીસને ટૈગ કરીને લખેલી આ પોસ્ટમાં છેલ્લે એવું પણ લખ્યું છે કે, તમારી ટીમ લગાવો, દિલ્હી ન જોશો.

એક પછી એક કેટલાય ટ્વિટ

આ ધમકી ભર્યા અંદાજમાં આગળ એક પછી એક એમ કેટલાય ટ્વિટ કરવામાં આવ્યા છે. જે એ જ ટ્વિટર હૈંડલ પરથી કરવામાં આવ્યા છે. જેમાં અલીગઢ પોલીસને ટૈગ કરતા લખ્યું છે કે, યોગી આદિત્યનાથના જીવને ખતરો છે.

સૂરજ નહીં જોઈ શકે યોગી

ધમકી ભરેલા આ ટ્વિટ્સમાં એવું પણ લખ્યું છે કે, યોગી આદિત્યનાથ સૂરજ જોઈ શકશે નહીં. ઉત્તર પ્રદેશની મેરઠ નિવાસી સીમા સિંહ માનવ બોમ્બ બનીને આવી રહી છે, જે યોગીનો સંહાર કરશે.

આ મામલાની ચાલી રહી છે તપાસ

આ ટ્વિટ વિશે ફરિયાદ કરનારા હાપુડ પોલીસે ટ્વિટર પર જ રિપ્લાઈ આપતા તપાસની વાત કહી છે. પોલીસ એક્શનમાં આવતા ટ્વિટર હૈંડલ હાલમાં દેખાતું નથી. તો વળી હાપુડ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી સાઈબર સેલને તપાસ સોંપી દીધી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ