બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Those who talk about free do not know Gujarat they will know it slowly Amit Shahs attack on Revdi culture

EXCLUSIVE ઇંટરવ્યૂ / ફ્રીની વાત કરનારા ગુજરાતને જાણતા જ નથી, ધીમે-ધીમે જાણી જશે: રેવડી કલ્ચર પર અમિત શાહનો પ્રહાર

Kishor

Last Updated: 12:11 AM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયાતી નેતાઓ, ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ, રેવડી કલ્ચર,ઓપિનિયન પોલ પરના સવાલો પર ગૃહમંત્રી અમિત શાહે જવાબો આપ્યા હતા,

  • ગુજરાત ઈલેક્શન 2022
  • અમિત શાહનો  VTV પર   EXCLUSIVE ઇંટરવ્યૂ
  • નીડર સવાલો..બેઘડક જવાબ

ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 27 વર્ષથી સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી હજુ આવનાર 5 વર્ષ ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ ગુજરાતની ગાદી પર હશે તેવો દાવો કરીરહી છે. ત્યારે VTV સાથે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખાસ વાતચીત કરી છે. VTV NEWSના ચેનલ હેડ હેમંત ગોલાણીના બેધડક સવાલોના અમિત શાહએ બેબાક જવાબ આપ્યા હતા. જુઓ EXCLUSIVE ઇંટરવ્યૂ

QUESTION 1
રેવડી કલ્ચર પર અમિત શાહનો જવાબ
ફ્રીની વાત કરનારા ગુજરાતને જાણતા જ નથી, ધીમે-ધીમે તેઓ ગુજરાતને જાણી જશે. ગુજરાતમાં 1960થી પ્રાથમિક શિક્ષણ ફ્રી છે, એ લોકોને ખબર જ નથી.

QUESTION 2
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે શાહનો જવાબ
ગુજરાતમાં 50 ટકાથી વધુ મત ભાજપને મળતા આવ્યા છે, બાકીના જેટલા ટુકડા પડશે એ લોકો જાણે ભાજપ આ અંગે કોઈ ચિંતા કરતું નથી અને કરવાની જરૂર પણ નથી.

QUESTION 3
આયાતીનેતાઓ ભાજપમાં વધી રહ્યા છે..
કોંગ્રેસમુક્ત ભારત અને આયાતી નેતાઓ પર શાહે જવાબ આપતા કહ્યું હતું કે ભાજપની વિચારધારા અપનાવે એનું સ્વાગત, ભાજપમાં આવે એટલે પક્ષની વિચારધારા અપનાવવી પડે. રામમંદિર, 370મી કલમ દૂર કરવાનો કોઈએ વિરોધ નથી કર્યો. 

QUESTION 4
ગુજરાતમાં માત્ર PM જ ચહેરો કેમ?
અમિત શાહે   જવાબ આપતા કહ્યું કે PM અમારા સર્વોચ્ચ નેતા છે. દેશમાં ભાજપ PMના નામ પર જ મત માંગે છે.   PMના નામ પર મત માંગવામાં ખોટુ શું છે?

QUESTION 5
વિકાસથી વિશ્વાસના મુદ્દે જિતાશે ચૂંટણી
ગુજરાતમાં વિકાસનો મુદ્દો હકીકત છે, પહેલા 200 દિવસ કફર્યૂ રહેતો હતો, અત્યારે 20 વર્ષીય વ્યકિતને કફર્યૂ વિશે ખ્યાલ નહીં હોય. મેં પહેલા સાબરમતીને બે કાંઠે વહેતી નથી જોઈ તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પાણીના તળ ઊંચા આવ્યા. અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક વીજળી મળે છે. દેશના વિકાસમાં 30 ટકા ફાળો ગુજરાતનો છે. દેશના 20 હજાર ગામડાઓમાં પહેલીવાર વીજળી પહોંચી તેમજ સૌથી મોટી વાત એ છે કે દેશની તમામ સરહદ સુરક્ષીત છે.

QUESTION 6
ચૂંટણી અંગેના ઓપિનિયન પોલ પર શું બોલ્યા શાહ?
ઓપિનિયન પોલ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કાર્યકરોનો ફીડબેક સૌથી મોટો ઓપિનિયન પોલ છે. ગુજરાતના મતદારોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દિવાળીના દિવસોમાં તમામ ઝોનના કાર્યકરો સાથે બેઠક થઈ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સુદ્રઢ વ્યવસ્થાઓ ગોઠવી ચુક્યા છે. સુચારુરૂપથી શાસન ચાલી રહ્યું છે. હું દાવા સાથે કહું છું કે પક્ષ અગાઉના તમામ રેકર્ડ તોડી નાંખશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ