આવતા મહિને નહી જોઇ શકો 100થી વધારે ચેનલ્સ, લિસ્ટમાં આ છે શામેલ

By : juhiparikh 11:48 AM, 12 September 2018 | Updated : 11:48 AM, 12 September 2018
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા JioGigaFiberની મદદથી DTH સેક્ટરમાં આવ્યા પછી હવે આ સેક્ટરમાં પણ વૉર શરૂ થઇ ગયો છે. વૉરની શરૂઆત દેશની સૌથી મોટી DTH કંપની Tata Skyએ શરૂ કરી છે, જે 23 સપ્ટેમ્બરથી પોતાના નેટવર્ક પર 100થી વધારે ચેનલોનું ટેલિકાસ્ટ બંધ કરી દેશે. Tata Skyએ આ સંબંધમાં સમાચારપત્રોમાં જાહેરાત આપીને સામાન્ય જનતાને સૂચના આપી છે, Tata  Skyના આ પગલાથી દર્શકો ઘણી ચેનલોને નહી જોઇ શકે.

Network 18ની 67થી વધારે ચેનલો પર લાગશે રોક:

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્વામિત્વવાળી કંપની Network 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટની 67થી વધારે ચેનલ શામેલ છે, જેનું ટેલિકાસ્ટ હવે Tata Sky નહી કરે.  આ ચેનલોમાં કલર્સ, એમટીવી, એચબીઓ, ન્યૂઝ 18, સીએનબીસી, સિનેપ્લેક્સ સહિતના ચેનલ્સ શામેલ છે.આ ચેનલ્સ પણ છે સામેલ:

9 સપ્ટેમ્બરના TataS Skyએ જાહેરાત આપીને તમામ ચેનલ્સનું લિસ્ટ જારી કરી દીધું છે, જે તેમના પ્લેટફોર્મ પરથી સંપૂર્ણ રીતે બ્લેકઆઉટ થઇ જશે. Tata Skyની નોટિસમાં કહેવું છે કે, ''રિલાયન્સની સાથે તેમના કોન્ટ્રાક્ટમાં કેટલીક શરતો નક્કી નથી થઇ શકી, જેના કારણે તેમણે આ પગલું ભરવું પડી રહ્યુ છે.''

સોની પિક્ચર્સે પણ આપી નોટિસ:

આ સિવાય સોની પિક્ચર્સ નેટવર્કે પણ Tata Skyને નોટિસ જારી કરીને પોતાના તરફથી કોન્ટ્રાક્ટને ફરીથી રિન્યૂ કરવા પર તેમના પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ બંધ કરી દેવાની નોટિસ આપી છે. સોની પિક્ચર્સ નેટવર્કે કહ્યુ કે, આ નોટિસ જારી થયાના 15 દિવસ પછી કંપની સોની ટીવી અને ટીવી ટૂડે નેટવર્કની ચેનલ (આજ તક, તેજ અને ઇન્ડિયા ટૂડે)નું ટેલિકાસ્ટ બંધ કરી દેશે. ઉલ્લેખનીય છે કે,  સોની પિક્ચર્સ નેટવર્કની લગભગ 37થી વધારે ચેનલ છે, જેનું તે ડિસ્ટ્રીબ્યૂશન કરે છે. Recent Story

Popular Story