ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને દર વર્ષે 100 મિલિયન પીઈટી બોટલને રિસાઈકલ કરવાની યોજના બનાવી છે અને આ રિસાયકલ કરેલી બોટલોમાંથી કપડાં બનાવવામાં આવશે.
પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરી બનાવવામાં આવ્યું જેકેટ
પર્યાવરણને ફાયદો અને પાણીની બચત
એક જેકેટ બનાવવામાં કેટલી બોટલની જરૂર પડે?
પ્લાસ્ટિકની બોટલથી બનાવવામાં આવેલ જેકેટમાં બીજું શું ખાસ?
પીએમ મોદી તેના કપડાંને લઈને હંમેશા ચર્ચામાં રહે છે એવામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કરવા માટે નરેન્દ્ર મોદી ગઈકાલે સંસદમાં પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને જે જેકેટ પહેર્યું હતું તેને લઈને ફર એક વખત તેઓ ચર્ચાનો વિષય બન્યા છે. જણાવી દઈએ કે તે જેકેટ ખરાબ પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરી બનાવવામાં આવ્યું જેકેટ
સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પીએમ મોદીને તે રજૂ કરવામાં આવ્યું હતું. કંપની એવી જ રીતે કાઢી નાખવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલોમાંથી ડ્રેસ બનાવવાની યોજના ધરાવે છે. તેને અનબોટલ્ડ ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું છે.
#WATCH | PM Modi gave a major statement by wearing that jacket in Parliament. This gave a message of Reduce, Reuse and Recycle. I am indebted to PM for taking this issue among people in this way: SM Vaidya, Chairman, IOCL on PM Modi's jacket made by IOCL using recycled bottles pic.twitter.com/b3bvVW3Rs2
ઇન્ડિયન ઓઇલે શું કહ્યું?
જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને દર વર્ષે 100 મિલિયન પીઈટી બોટલને રિસાઈકલ કરવાની યોજના બનાવી છે અને આ રિસાયકલ કરેલી બોટલોમાંથી કપડાં બનાવવામાં આવશે. ટ્રાયલ તરીકે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના નિષ્ણાતોએ જેકેટ તૈયાર કર્યું હતું. જેને પીએમ મોદી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન ઓઈલના જણાવ્યા અનુસાર, એક યુનિફોર્મ બનાવવા માટે કુલ 28 બોટલને રિસાઈકલ કરવામાં આવે છે. આ સાથે જ કંપની દર વર્ષે 100 મિલિયન PET બોટલને રિસાયકલ કરવાની યોજના ધરાવે છે. એમનું માનવું છે કે એમની આ યોજનાથી પર્યાવરણ જાળવવામાં મદદ મળશે અને મોટા પ્રમાણમાં પાણીની પણ બચત થશે.
Recycling will reach a whole new level after this. I am sure this will increase the use of recycled products in the country massively... We will try to make these jackets available in metro cities in the next 3 months: SM Vaidya, Chairman, IOCL on PM Modi's jacket made by IOCL pic.twitter.com/CBhid2Ofna
પર્યાવરણને ફાયદો અને પાણીની બચત
જણાવી દઈએ લે કપાસને રંગવા માટે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે જ્યારે પોલિએસ્ટરને ડોપ રંગવામાં આવે છે. ટૂંકમાં પ્લાસ્ટિકની બોટલના કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને કલર કરવા માટે પાણીના ટીપાની પણ જરૂર નથી પડતી. પ્લાસ્ટિકની બોટલમાંથી બનેલા કપડાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને રંગવા માટે પાણીના ટીપાનો પણ ઉપયોગ થતો નથી. સેંથિલે કહ્યું કે કપાસને રંગવામાં ઘણું પાણી વેડફાય છે પણ પીઈટી બોટલમાંથી બનેલા વસ્ત્રોમાં ડોપ ડાઈંગનો ઉપયોગ થાય છે. પહેલા બોટલમાંથી ફાઈબર બનાવવામાં આવે છે અને પછી તેમાંથી યાર્ન તૈયાર કરવામાં આવે છે. યાર્ન પછી ફેબ્રિક બનાવવામાં આવે છે અને પછી કપડા બનાવવામાં આવે છે.
We will convert 100 million PET Bottles annually to make uniforms for our on-ground teams & non-combat uniforms for our armed forces. pic.twitter.com/aRoK3fXY7Y
એક જેકેટ બનાવવામાં કેટલી બોટલની જરૂર પડે?
IOC PET બોટલનો ઉપયોગ કરીને સશસ્ત્ર દળો માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ બનાવવાની પણ યોજના ધરાવે છે. આઇઓસી એ મોદી જઈને જે જેકેટ ભેટ તરીકે આપ્યું છે એ માટે કપડું તમિલનાડુના ક્રૂરની કંપની શ્રી રેંગા પોલીમર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, સામાન્ય જેકેટ બનાવવા માટે સરેરાશ 15 બોટલનો ઉપયોગ થાય છે. જ્યારે ટી-શર્ટ અને શોર્ટ્સ બનાવવા માટે 5 થી 6 બોટલનો ઉપયોગ થાય છે. એ જ રીતે, શર્ટ બનાવવા માટે 10 બોટલનો ઉપયોગ થાય છે અને પેન્ટ બનાવવા માટે 20 બોટલનો ઉપયોગ થાય છે. જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલએ ગુજરાતમાં પ્રધાનમંત્રીના દરજી પાસે આ જેકેટ તૈયાર કરાવ્યું છે. રિસાઇકલ કરેલી બોટલોમાંથી બનેલા જેકેટની છૂટક બજારમાં કિંમત રૂ. 2,000 છે.
🚨 PM Modi in Karnataka!
Indian oil corp presents 'Modi Jacket' to PM Modi made out of recycled PET Bottles.
પ્લાસ્ટિકની બોટલથી બનાવવામાં આવેલ જેકેટમાં બીજું શું ખાસ?
- જણાવી દઈએ કે આ કપડાં સંપૂર્ણપણે ગ્રીન ટેક્નોલોજી પર આધારિત છે.
- સાથે જ આ બોટલો રહેણાંક વિસ્તારો અને દરિયામાંથી એકત્ર કરવામાં આવે છે.
- મહત્વનું છે કે કપડાં પર એક QR કોડ છે જેને સ્કેન કરીને તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણી શકાય છે.