અમુક લોકોના શોખ પણ ખૂબ જ અજીબોગરીબ હોય છે. ટોની નામનો એક શખ્સ નાનપણથી જ યુવતી બનવાનું સપનું જોતો હતો અને લગ્નના 30 વર્ષ બાદ 57 વર્ષની ઉંમરમાં જ પોતાની પત્નીના મોત બાદ તે યુવકમાંથી મહિલા બની ગયો.
શખ્સને હતો અજીબોગરીબ શોખ
નાનપણથી બનવા માંગતો હતો મહિલા
પત્નીના મોત બાદ ભર્યું આવું પગલું
સપના કોણ નથી જોતું અને તેને પુરા કરવાના પ્રયત્ન કોણ નથી કરતું. પરંતુ અમુક લોકોના સપના પુરા થાય છે અને અમુકના નહીં. અમુક લોકોને સપનું પુરૂ કરવામાં ઘણો સમય લાગે છે. ઈંગ્લેન્ડના એક શખ્સની કહાની હાલ ખૂબ જ ચર્ચામાં છે. જે બાળપણથી જ મહિલા બનવાનું સપનું જોતો હતો અને તેણે પોતાનું સપનું પત્નીની મોત બાદ પુરૂ કર્યું.
પત્નીના મોત બાદ શખ્સ બન્યો મહિલા
આ સ્ટોરી થોડી અજીબ છે કારણ કે તેમાં એક પુરૂષ મહિલા બનવાનું સપનું જોઈ રહ્યો હતો અને તેને અવસર મળ્યો તો તે મહિલા બની ગયો. મામલો કંઈક ઓવો છે કે ટોની નામના શખ્સનો જ્યારે જન્મ થયો હતો ત્યારે તે યુવક હતો પરંતુ જ્યારે તે ધીરે ધીરે મોટો થવા લાગ્યો તો તેને એવો અહેસાસ થયો કે તેને હકીકતે યુવતીઓ વાળી બધી વસ્તુઓ પસંદ છે. પરંતુ તે તો એક પુરૂષ છે.
એક રિપોર્ટ અનુસાર જ્યારે પણ ટોનીનો મોકો મળતો તે પોતાની માતાને જોઈને પોતાને તેની જેમ સણગારતો. તે ચોરી છુપે યુવતીઓના કપડા પહેરતો હતો. મેકઅપ કરતો હતો પરંતુ તે બાકી દુનિયાની સામે એક પુરૂષની જેમ જ રહેતો હતો.
લગ્ન થયા બાળકો પણ થયા પરંતુ....
પછી 1980ના સમયમાં ટોનીની મુલાકાત થેરેસા નામની યુવતી સાથે થઈ. તે સમયે ટોનાની ઉંમર 23 વર્ષ હતી. થેરેસાને એક પુરૂષના રૂપમાં ટોની ખૂબ જ આકર્ષક લાગ્યો. પછી બન્નેના લગ્ન થયા અહીં સુધી કે બાળકો પણ થયા. પછી ટોનીના મનમાં ક્યાંકને ક્યાંક એક યુવતી દબાયેલી હતી. જોકે ટોનીએ ક્યારેય પોતાની અંદરની યુવતીને પોતાની પત્નીની સામે આવવા ન હતી દીધી.
પરંતુ કહેવાય છેને કે ભલે તમે કેટલું પણ છુપાવી લો પત્નીઓને ખબર પડી જાય છે. ટોનીની સાથે પણ એવું જ થયું. તેની પત્નીની આ વાતની જાણકારી થઈ કે તે ચોરી છુપે તેના કપડા પહેરે છે. પરંતુ તેને એ ખબર ન પડી કે ટોની હકીકતે એક યુવતી બનવા માંગે છે.
પત્નીના મોત બાદ બની ગયો મહિલા
ધીરે ધીરે ટોની અને થેરેસાના જીવનની ગાડી આગળ વધતી રહી પરંતુ વર્ષ 2019માં થેરેસાના જીવનની ગાડી ઉભી રહી ગઈ. 2016માં ડિટેક્ટ થયેલા બ્રેસ્ટ કેન્સરે જાન્યુઆરી 2019માં તેનો જીવ લઈ લીધો. ટોનીના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. પરંતુ સાથે જ તે તેના માટે એક તક પણ હતી કે તે હવે તેનું સપનું પુરૂ કરી શકે. તેજ વર્ષે તે સપ્ટેમ્બરમાં એક ડોક્ટરની પાસે ગયો અને પોતાને મહિલા બનવા માટેનું કામ શરૂ કર્યું.
ડોક્ટરની સારવાર બાદ તે મહિલા બની ગયો. ફક્ત તેની જેન્ડર કન્ફર્મેશન સર્જરી બાકી છે. તેના બાદ તે સંપૂર્ણ રીતે મહિલા બની જશે. હવે તેના બાળકોએ પણ તેને મહિલાના રૂપમાં જ અપનાવી લીધો છે. હવે ટોની ચેરિલિન હોલના નામથી ઓળખાય છે.