બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / This organ of the body also fails due to thyroid

હેલ્થ / થાઈરોઈડને કારણે શરીરનું આ અંગ પણ થઇ જાય છે ફેલ, અસર દેખાય તો તાત્કાલિક કરો આ કામ

Kinjari

Last Updated: 05:32 PM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય છે. તે ગળાની નીચે સાઈડ વચ્ચે પતંગિયાના આકારમાં હોય છે. થાઇરોઇડ નાનકડું અંગ છે, પરંતુ શરીરની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

  • થાયરોડ થાય તો ખાસ સાચવજો
  • શરીરનું આ અંગ પણ બગાડી દે છે
  • તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ

આ ગ્રંથિ ત્રણ હોર્મોન્સ ઉત્સર્જિત કરે છે. જે શરીરના વિકાસમાં અને ચયાપચયને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હોર્મોન ઉત્સર્જનમાં અસંતુલનની સમસ્યા હોય તો તેના કારણે થાક, અકાળે વાળ ખરવા, ઠંડી લાગવી જેવી સમસ્યા જોવા મળે છે. આ બધાં થાઇરોઇડના લક્ષણો છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં થાઇરોઇડ આંખની સમસ્યાઓ પણ ઊભી કરે છે.

આંખને ભેજની જરૂર હોય છે. થાઇરોઇડનું અસંતુલન ધરાવતા લોકોમાં થાઇરોઇડ આંખની આસપાસના સ્નાયુઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. થાઇરોઇડ બેલેન્સ ન હોય તેવા લોકોને કેટલીક વખત આંસુ બનાવવામાં પણ મુશ્કેલી પડે છે. પરિણામે ઘણી વખત આંખો શુષ્ક થઈ જાય છે. પરંતુ લોકોને આ બાબતનો ખ્યાલ રહેતો નથી. જેથી તેઓ આ સમસ્યાને અવગણે છે.
થાઇરોઇડ ઘણીવાર લોકોમાં બે મુખ્ય રોગોનું કારણ બને છે. જેમાં ગ્રેવ્સ'ડિસીઝ અને હેશિમોટોનું થાઇરોઇડિટિસ સામેલ છે. ગ્રેવ્સ'ડિસીઝના કારણે થાઇરોઇડ વધુ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. 
જ્યારે કેશિમોટોના થાઇરોઇડિટિસ કારણે ઓછું હોર્મોન પેદા કરે છે. આ બંને સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ થાપ ખાઈ જાય છે અને ચેપ સામે લડવાને બદલે તમારી થાઇરોઇડ ગ્રંથિ પર હુમલો કરે છે. જેના કારણે આંખો શુષ્ક થઈ જાય છે. ગ્રેવ્સ'ડિસીઝથી પીડાતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

થાઇરોઇડને કારણે આંખનો ભેજ ઓછો થઈ જાય છે. આવું થવાથી તમારી આંખને સંપૂર્ણપણે બંધ થતી નથી. ગ્રેવ્સ'ડિસીઝ તમારી આંખોની આસપાસના સ્નાયુઓને અસર કરે છે. તે તમારી ઉપરની પાંપણને ઉપરની તરફ ખેંચી શકે છે જ્યારે તમારી નીચી પાંપણ નીચેની તરફ ખેંચે છે.

આંખોમાં ખૂંચવું, આંખોની લાલાશ, ખંજવાળ, બળતરા અને પીડાનો અનુભવ થાય છે. આંખને ઘસવાથી આંખની આસપાસની ત્વચા અને આંતરિક ભાગને વધુ અસર થઈ શકે છે.
સમસ્યાથી આવી રીતે બચી શકાય

- થાઇરોઇડ પર નિયંત્રણ રાખવા સાથે આંખની સારવાર કરવી.
- ડાયટ અને શારીરિક એક્ટિવિટી પર ધ્યાન આપવું.
- તબીબની સલાહ બાદ આઈડ્રોપનો પ્રયોગ કરો.
- ધૂમ્રપાન ન કરો.
- એસી અને હિટરની એકદમ નજીક ન બેસો.
- રાત્રે સૂતી વખતે આઈમાસ્કનો ઉપયોગ કરો.
- રાત્રે તમારા બેડરૂમમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો.
- પોષણયુક્ત આહાર લો.
- આંખના આકારમાં કોઈ ફેરફાર થાય તો તરત તબીબનો સંપર્ક કરો.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ