બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / This is the reverse of the boycott! Shahrukh-Deepika's song sets record, see what happened

બેશર્મ રંગ તો ઉપડ્યું / આ તો બૉયકોટનું ઊંધું થયું! શાહરુખ-દિપીકાના ગીતે બનાવ્યો રેકૉર્ડ, જુઓ શું થયું

Megha

Last Updated: 01:37 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'પઠાણ'નું પહેલું ગીત 'બેશર્મ રંગ' રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં આવી ગયું હતું અને હજુ પણ એ વિવાદ ચાલી રહ્યો છે એવામાં ગીત 'બેશર્મ રંગ' ને મળી ગયા 100 મિલિયન વ્યુઝ..

  • પઠાણ ફિલ્મ પહેલા ગીત બેશર્મ રંગ એ તોડયા રેકોર્ડ્સ 
  • 'બેશર્મ રંગ' થયું ટ્રેન્ડ 
  • દીપિકા અને કિંગખાનનો લૂક જોઈને ચાહકો ફિદા 

દીપિકા-શાહરુખના અભિનિત વાળી પઠાણ ફિલ્મ રિલિઝ થાય એ પહેલા પઠાણનું પહેલું ગીત બેશર્મ રંગ રિલિઝ કરાયું હતું જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. બોલિવૂડ બાદશાહની ફિલ્મ 'પઠાણ'ની દરેક લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ચાર વર્ષ બાદ કિંગ ખાન એક મોટી ફિલ્મ સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે અને કિંગ ખાનના ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. આ અપેક્ષાઓ વચ્ચે 'પઠાણ'નું પહેલું ગીત 'બેશર્મ રંગ' રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં આવી ગયું હતું અનેએ હજુ પણ એ વિવાદ ચાલી રહ્યો છે એવામાં આશ્ચર્યની વાત એ છે કે વિવાદમાં ચાલી રહેલ આ ગીત 'બેશર્મ રંગ' તેના 100 મિલિયન વ્યુઝ પૂર્ણ કરી લીધા છે. 

'બેશર્મ રંગ' થયું ટ્રેન્ડ 
સોંગમાં દીપિકા ગ્લેમરસ લાગતી હતી તો કિંગ ખાન પણ ઓછા નહોતા લાગતા. શાહરૂખ ખાનનો લુક કિલર છે. લાંબા વાળ, આછી દાઢીમાં કિંગ ખાનના કાતિલ હાવભાવથી ચાહકો ઘાયલ થયા છે. શાહરૂખ ખાન શર્ટલેસ છે અને શિલ્પા રાવના અવાજમાં ગવાયેલું આ ગીત ચાહકોને ખૂબ જ પસંદ છે. ચાહકો તેને રિપીટ મોડ પર સાંભળી રહ્યા છે. યુઝર્સે 'બેશર્મ રંગ'ને 100 માર્ક્સ આપ્યા છે. આ ગીત જોયા બાદ કિંગ ખાનના ફેન્સ ખુબ જ ખુશ છે. હવે તેઓ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા 25 જાન્યુઆરી 2023ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પઠાણમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જ્હૉન અબ્રાહમ પણ જોવા મળશે. 

દીપિકા અને કિંગખાનનો લૂક જોઈને ચાહકો ફિદા 
'બેશર્મ રંગ' એ બધા પર પોતાનો રંગ આધાવી દીધા હોય એવું લાગી રહ્યું છે. ગીત રિલીઝ થયાને લગભગ 10 દિવસ થઈ ગયા છે ને હજુ પણ આ ગીત યુટ્યુબ પર નંબર 1 પએ ટ્રેન્ડ કરી રહ્યું છે. સોંગમાં દીપિકા ગ્લેમરસ લાગતી હતી તો કિંગ ખાન પણ ઓછા નહોતા લાગતા. શાહરૂખ ખાનનો લુક કિલર છે. લાંબા વાળ, આછી દાઢીમાં કિંગ ખાનના કાતિલ હાવભાવથી ચાહકો ઘાયલ થયા છે. શાહરૂખ ખાન શર્ટલેસ છે અને શિલ્પા રાવના અવાજમાં ગવાયેલું આ ગીત ચાહકોને ખૂબ જ પસંદ છે. ચાહકો તેને રિપીટ મોડ પર સાંભળી રહ્યા છે. યુઝર્સે 'બેશર્મ રંગ'ને 100 માર્ક્સ આપ્યા છે. આ ગીત જોયા બાદ કિંગ ખાનના ફેન્સ ખુબ જ ખુશ છે. 

તોડયા રેકોર્ડ્સ 
શાહરૂખની ફિલ્મ 'બેશર્મ રંગ'ના ગીતે સલમાન ખાનની ફિલ્મ 'રાધે' ગીતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'રાધે'ના ગીત 'સિટી માર'ને 11 દિવસમાં 100 મિલિયન વ્યૂઝ મળ્યા હતા જ્યારે 'બેશર્મ રંગ' એ 10 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો. આ સાથે જ જણાવી દઈએ કે ધનુષનું 'વાય ધિસ કોલાવેરી ડી' પહેલું હિન્દી ગીત હતું જેણે 100 મિલિયન વ્યૂઝ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 'વાય ધિસ કોલાવેરી  ડી' અને 'સિટી માર' પછી હવે 'બેશર્મ રંગ' ટુંક સમયમાં 100 મિલિયન વ્યૂઝ મેળવનાર ત્રીજું ગીત બની ગયું છે. જો આ રીતે જોવામાં આવે તો 'પઠાણ' સંબંધિત તમામ વિવાદોમાં કિંગ ખાનના ગીતને ફાયદો થયો. જો આમ જ રહેશે તો ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરતી જોવા મળશે. 

આ દિવસે રિલિઝ થશે પઠાણ
હવે ચાહકો ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા 25 જાન્યુઆરી 2023ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પઠાણમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જ્હૉન અબ્રાહમ પણ જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ