બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / This Indian player had fallen madly in love with his own cousin

ના હોય! / પોતાની જ કઝીનના પ્રેમમાં હતો આ ખેલાડી, 14 વર્ષ સુધી માતા-પિતા હતાં અજાણ

Kinjari

Last Updated: 03:20 PM, 20 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને ઓળખાણની જરૂર નથી પરંતુ શું તમે તેની લવસ્ટોરી વિશે જાણો છો? વીરુને તેની જ કઝીન સાથે પ્રેમ થઇ ગયો હતો.

  • ખાસ છે સહેવાગની લવસ્ટોરી
  • પોતાની જ કઝીન સાથે પ્રેમ થયો હતો
  • પ્રેમ સામે ઝૂકી ગયા હતા માતા પિતા

નાનપણથી ક્રિકેટ સાથે પ્રેમ
વીરેન્દ્ર સિંહ સહેવાગનો જન્મ 20 ઓક્ટોબર 1978ના રોજ હરિયાણામાં થયો હતો. 7 મહિનાની ઉંમરથી જ તે બેટ સાથે રમવા લાગ્યો હતો. 12 વર્ષની ઉંમરમાં તેણે પોતાનો દાંત તોડી દીધો હતો પરંતુ ક્રિકેટ રમવાનું છોડ્યું નહોતું. 

 

 

ક્રિકેટમાં વીરુનું ડેબ્યું
1999માં ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સહેવાગે ડેબ્યુ કર્યુ હતું. વર્ષ 2008માં સહેવાગે ટેસ્ટ મેચમાં સૌથી ફાસ્ટ ટ્રિપલ સેન્ચ્યુરી બનાવી હતી. ટેસ્ટમાં વીરુના નામે 23 શતક છે. સહેવાગે પોતાના કરિયરમાં કુલ 104 ટેસ્ટ, 251 વન ડે ઇન્ટરનેશનલ, 19 ટી20 મૅચ રમી છે અને 17000થી વધારે રન છે. 

 

 

કઝીન સાથે થઇ ગયો પ્રેમ
સહેવાગના ઘરમાં ખળભળાટ મચી ગયો જ્યારે ઘરે તેના પ્રેમસંબંધ વિશે જાણ થઇ હતી. સહેવાગના કઝીનના લગ્ન આરતીની કાકી સાથે થયા હતા. એવામાં સહેવાગ અને આરતી બંને એકબીજાના કઝીન થયા. 

 

 

સહેવાગનો પ્રેમ
જ્યારે બંનેની પહેલીવાર મુલાકાત થઇ ત્યારે સહેવાગ 7 અને આરતી 5 વર્ષની હતી. તેઓ સારા મિત્રો બન્યા અને જેમ જેમ તેઓ મોટા થયા તેમનો સંબંધ ગાઢ થયો અને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો તેની તેમને જ ખબર ન રહી. વીરેન્દ્ર સહેવાગ જ્યારે 21 વર્ષનો થયો તો મજાકમાં જ તેણે આરતીને પ્રપોઝ કર્યું અને આરતીએ તેને હા પાડી દીધી હતી. બાદમાં તેમના માતા-પિતાને આ વાતની જાણ થઇ તો લગ્ન માટે ના પાડી દીધી હતી. મહામુસિબતે લગ્ન માટે હા પડી હતી. 

સહેવાગના લગ્ન 

સહેવાગના લગ્ન 22 એપ્રિલ 2004ના રોજ થયા હતા. વીરેન્દ્ર અને આરતી પહેલી વાર 2007માં પેરેન્ટ્સ બન્યા હતા. પહેલા દિકરાનું નામ તેમણે આર્યવીર રાખ્યું અને 2010માં તેમનો બીજો દિકરો આ દુનિયામાં આવ્યો જેનું નામ તેમણે વેદાંત રાખ્યું હતું. 

 

 

કોણ છે આરતી?
આરતી સહેવાગ ફેમસ એડવોકેટ સૂરજ એહલાવતની દીકરી છે. તેણે દિલ્હીની મૈત્રેયી કોલેજથી BA કર્યું છે હાલ તે સહેવાગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કામ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ