બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / This hot destination housefull of Gujarat in Diwali, know this before you go

ભારે કરી / દિવાળીમાં ગુજરાતનું આ 'હોટ ડેસ્ટિનેશન' હાઉસફૂલ, જતા પહેલા આટલું જાણી લેજો

Mehul

Last Updated: 09:54 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપાવલીના તહેવારો અને શાળાઓમાં દિવાળી વેકેશનનો સીધો લાભ ટૂરિસ્ટ સ્પોટને થયો છે સ્ટેચ્યુ ઓફ યૂનિટી. જ્યાં ઓન લાઈન બૂકિંગ લગભગ આવતા એક મહિના સુધી 'જામ પેક'.

  • 'સ્ટેચ્યુ ઓફ યૂનિટી' લગભગ 'હાઉસ ફૂલ'
  • દિવાળી વેકેશનમાં 'જામ પેક'ની સ્થિતિ 
  • જમાસ્ટમી પર ઉમટયા હતા બે લાખ પ્રવાસી 

રાજ્યમાં કોરોના સંક્રમણનું ગ્રહણ તદન ઓછું થયું છે ત્યારે, દીપાવલીના તહેવારોને લઈને સામાન્ય જનજીવન પણ ઉત્સાહિત છે. ગુજરાત બહારના રાજ્યોમાં ફરી સંક્રામને માથું ઉચક્યું હોવાના અણસારે,ગુજરાતીઓએ સ્થાનિક પ્રવાસન પર ફરીથી ભરોસો દાખવ્યો છે. દીપાવલીના તહેવારો અને 21 નવેમ્બર સુધીના શાળાઓમાં દિવાળી વેકેશનનો સીધો લાભ ટૂરિસ્ટ સ્પોટને થયો છે.જેમાં અગ્રીમ સ્થાને છે સ્ટેચ્યુ ઓફ યૂનિટી. જ્યાં ઓન લાઈન બૂકિંગ લગભગ આવતા એક મહિના સુધી 'જામ પેક'છે. 

એક સ્વપ્ન મૂર્તિમંત-વિશ્વ સ્તબ્ધ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વપ્નસમા પ્રકલ્પ' સ્ટેચ્યુ ઓફ યૂનિટીને સાકાર કરવા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2010માં તૈયારીઓ શરુ કરી. દેશભરનાં ખેડૂતો પાસેથી લોખંડનાં ખેતીના ઓજાર મંગાવ્યા જેનો મૂર્તિ ઢાળવામાં ઉપયોગ કરાયો અને અંતે 2017માં વડાપ્રધાન મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યૂનિટી'નો લોકાર્પર્ણ કરી પોતે સેવેલા સ્વપ્નને આંખોમાં આંજ્યું. આ ભવ્યતા  જોઇને દેશ અને વિદેશીઓ પણ મંત્ર મુગ્ધ થઇ ગયા છે.

17 જેટલા વધુ આકર્ષણો 

વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ ત્યાર બાદ, કેવડીયા કોલોનીના વિકાસ માટે ભરપૂર પ્રયત્નો કર્યા. રાજ્ય સરકારને અહીં જંગલ સફારી, ક્રૂઝ, થી માંડીને અન્ય વધુ 17 જેટલા આકર્ષણો 2019માં રાષ્ટ્રીય એકતા દિવસ ( સરદાર પટેલ જયંતિ )એ ઉમેર્યા અને કેવડીયા એક ગુજરાતનું 'હોટ ટૂરિસ્ટ સ્પોટ'બની ગયો છે.

 જતા પહેલા ચેક કરજો,કેટલે સુધી છે 'હાઉસ ફૂલ'

કોરોના કાળનાં દોઢ વર્ષ પછી નાગરિકોએ રાહતનો મોટો શ્વાસ લીધો છે. દેશમાં વેક્સીનેશનનો આંકડો પણ 100 કરોડને પાર કરી ગયો છે ત્યારે હવે હરવા-ફરવામાં કોઈ મોટી પાબંદી નથી. જો કે ગત દિવાળીમાં અને હોળી-ધૂળેટી -જન્માષ્ટમીમાં પણ રાજ્યના મંદિરો સોમનાથ, પાવાગઢ,ચોટીલા,અંબાજી ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યૂનીટીમાં ભારે સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયા હતા. આ વખતે દીપાવલી વેકેશન જાહેર થઇ ચુક્યું છે. ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ છે ત્યારે.સ્ટેચ્યુ ઓફ યૂનિટી આગામી એક મહિના સુધી પેક છે.એટલે કે તમે ફરવા જવાનું વિચારતા હો તો on લાઈન બૂકિંગની અવેલીબીલીટી ( ટીકીટની ઉપલબ્ધતા ) ચેક કરીને જશો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ