this happened because of pan masala ad film Samrat Prithviraj director Chandraprakash Dwivedi said to akshay kumar
મનોરંજન /
આ બધુ પાન-મસાલાની એડના કારણે થયું: ફિલ્મ ફ્લોપ થતાં મેકર્સે અક્ષયને બરાબરની સંભળાવી
Team VTV01:34 PM, 23 Jun 22
| Updated: 01:35 PM, 23 Jun 22
આજકાલ અક્ષય કુમારનું નસીબ જોર ન કરતુ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મે તેમને નારાઝ કાર્ય છે. ફિલ્મની કમાણી ખુબ ઓછી જોવા મળી હતી.
અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ પડદે ના ચાલી
ફિલ્મના ડાયરેક્ટરે અક્ષયને જવાબદાર જણાવ્યો
ફિલ્મના રિસર્ચમાં 18 વર્ષની મહેનત
ફ્લોપ ફિલ્મોની હેટ્રિક
બોલીવુડ ખેલાડી અક્ષય કુમારનો થોડા વર્ષોથી ફિલ્મોમાં જાદુ ચાલતો ન હોય તેવું લાગી રહ્યું છે. 3 જુને સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ખરાબ રીતે ફ્લોપ થઇ છે. આ જ સાથે અક્ષયે ફ્લોપ ફિલ્મની હેટ્રિક લગાવી છે. જાણવામાં આવ્યું છે કે અક્ષય કુમારની આ ફિલ્મ કમાણીમાં માંડ માંડ અર્ધ શતક સુધી પહોચી છે. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર ચંદ્ર પ્રકાશ દ્વિવેદી એ ઈશારા ઈશારામાં આ ફિલ્મના ફ્લોપ પાછળનું કારણ અક્ષય કુમાર બતાવ્યું છે.
મેકર્સે અક્ષય પર રોષ ઠાલવ્યો
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના ફ્લોપ થયા બાદ મેકર્સે બધો દોષ અક્ષય કુમાર પર ઠાલવ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ કહે છે કે અક્ષય કુમારની પાન મસાલાની એડના વિવાદ અને આ વિવાદ પર અક્ષયનું મંતવ્યને લઈને લોકો નારાઝ હતા જેની અસર ફિલ્મની કમાણી પર પડી છે. જાણીને નવાઈ લાગશે કે આ ચંદ્રપ્રકાશને 18 વર્ષની રીસર્ચ અને મહેનત પછી આ ફિલ્મની સ્ટોરી લખી હતી, અને આ ફિલ્મ બોક્સ ઓફીસમાં 8 દિવસમાં ઉતરી ગઈ છે.
હવે પછી રાઉડી રાઠોડ જેવી ફિલ્મો બનાવી
આ પહેલા ચંદ્રપ્રકાશના પર્સનલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અક્ષય કુમારે તેને કહ્યું હતું કે " મેં રાઉડી રાઠોડ અને હાઉસફૂલ જેવા ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મો વધુ કમાણી કરીને આપે છે. મેં આ ફિલ્મમાં એક નવો પ્રયાસ કર્યો છે. જો લોકો મને તેમાં નાપસંદ કરશે તો ફરીથી રાઉડી રાઠોડ જેવા ફિલ્મો બનાવવા લાગીસ જે લોકોને પસંદ આવે છે. અને જેનાથી કોઈ વિવાદ પણ જોડાયેલો ન હોય.
75 કરોડની કમાણી કરી
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મની કમાણીની વાત કરીએ તો રિલીઝના 20 દિવસ પછી ફિલ્મે દેશભરમાં 75 કરોડની કમાણી કરી છે. ત્યારે દુનિયાભરના કલેકશનની વાત કરીએ તો ફિલ્મે 85 થી 90 કરોડનું કલેકશન કર્યું છે. 20માં દિવસે ફિલ્મે 65 લાખનું કલેકશન કર્યું છે.