બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ટેક અને ઓટો / This car will run 425KM once charged

ના હોય! / એકવાર ચાર્જ કર્યા પછી 425KM ચાલશે આ કાર, જોરદાર લૂક અને ફીચર્સ સાથે માર્કેટમાં લીધી એન્ટ્રી!

Kinjari

Last Updated: 03:49 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BMW ઇન્ડિયાએ આખરે દેશના ઇલેક્ટ્રિક માર્કેટમાં પ્રવેશ કર્યો છે અને કંપનીએ ભારતમાં iX ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી છે.

  • પેટ્રોલના વધતાં ભાવ વચ્ચે ઇલેક્ટ્રીક કાર
  • સિંગલ ચાર્જમાં 425 કિમી ચાલશે
  • એક જ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી કાર

BMW iXની એક્સ-શોરૂમ કિંમત 1.16 કરોડ રૂપિયા રાખવામાં આવી છે, આ લક્ઝરી ઇલેક્ટ્રિક કાર આપણા માર્કેટમાં મર્સિડીઝ-બેન્ઝ, ઓડી અને જગુઆર જેવી કારને ટક્કર આપવા જઈ રહી છે. આ કંપનીઓ ભારતમાં સંપૂર્ણ ઈલેક્ટ્રિક એસયુવી પણ વેચે છે. નવી BMW iX પણ અન્ય પ્રતિસ્પર્ધી કારોની જેમ દેશમાં સંપૂર્ણપણે આયાત કરવામાં આવી રહી છે. નવી e-SUV બજારમાં મર્સિડીઝ EQC, Audi e-tron અને Jaguar I-Pace સાથે સ્પર્ધા કરશે.

xDrive40 માં માત્ર 1 વેરિઅન્ટ 
BMW એ નવી ઇલેક્ટ્રિક SUV iX માત્ર 1 વેરિઅન્ટ xDrive40 માં રજૂ કરી છે અને તે એપ્રિલ 2022 થી ગ્રાહકોને મળવાનું શરૂ થશે. 2021 BMW iX એકદમ નવા આર્કિટેક્ચર પર બનેલ છે જે એલ્યુમિનિયમ સ્પેસ-ફ્રેમનો ઉપયોગ કરે છે. Euro NCAP એ આ ઈલેક્ટ્રિક SUV ને સુરક્ષા માટે સંપૂર્ણ 5-સ્ટાર રેટિંગ આપ્યું છે. દેખાવની વાત કરીએ તો, નવી કાર સિગ્નેચર ડિઝાઇન લેંગ્વેજ પર બનાવવામાં આવી છે, પરંતુ તેને EV અનુસાર સ્ટાઇલ કરવામાં આવી છે જે એકદમ આધુનિક છે. કારમાં સિગ્નેચર કિડની ગ્રિલ ડિઝાઈન, ઈન્ટેલિજન્ટ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ સાથે રડાર, કેમેરા અને સેન્સર આપવામાં આવ્યા છે.

76.6 KW બેટરી પેક
નવી BMW iX સાથે, બ્રાન્ડની પાંચમી જનરેશનની સંપૂર્ણ ઈલેક્ટ્રિક પાવરટ્રેન SUVના બંને એક્સેલ પર ઇલેક્ટ્રિક મોટર્સ સાથે આપવામાં આવી છે. આ કાર 76.6 kWh બેટરી પેક દ્વારા સંચાલિત છે જે 240 kWh જનરેટ કરે છે, જે કુલ 322 Bhp ની શક્તિ અને 630 Nm પીક ટોર્ક બનાવે છે. દાવો કરવામાં આવે છે કે એકવાર ચાર્જ કર્યા બાદ આ SUV 425 કિમી સુધી ચલાવી શકાય છે. કારની કેબિન ખૂબ જ લક્ઝરી છે અને તેમાં ગિયર્સ બદલવા માટે રોકેટ સ્વિચ છે. સ્પ્લિટ સ્ક્રીન અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ અહીં ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ