બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / This 85-year-old from Jamnagar has become an inspiration for the youth

પ્રેરણા / માજીનો માસ્ટર સ્ટ્રોક: 400 મીટર દોડમાં ગોલ્ડ અને 800 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવી જામનગરના 85 વર્ષના વૃદ્ધા યુવાઓ માટે બન્યા માર્ગદર્શક

Dinesh

Last Updated: 05:17 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના 85 વર્ષના માજી જેઓએ હરિયાણા ખાતે 400 મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને 800 મીટરમાં સિલ્વર મેડલ મેળવી યુવાઓ માટે માર્ગદર્શક બન્યા છે.

  • જામનગરના આ 85 વર્ષીય માજી યુવાઓ માટે બન્યા પ્રેરણારૂપ
  • હરિયાણામાં કુરૂક્ષેત્ર ખાતે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો 
  • 800 મીટરમાં સિલ્વર મેડલ મેળવી યુવાઓ માટે માર્ગદર્શક બન્યા


ઝઝબો જીવંત હોય તો સિદ્ધિને ઉંમરની અગવડતા નડતી નથી આવી સાંભળેલી વાતને જામનગરના માજીએ સાર્થક કરી બતાવી છે. વાત છે જામનગરના 85 વર્ષના માજી જેઓએ હરિયાણા ખાતે 400 મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને 800 મીટરમાં સિલ્વર મેડલ મેળવી યુવાઓ માટે માર્ગદર્શક બન્યા છે.

85 વર્ષીય મક્કમ માજી
જામનગર માસ્ટર્સ એથ્લેટિકસમાંથી 23 ખેલાડીઓ હરિયાણા ખાતે જ નેશનલ એથ્લેટિકરામાં રમવા માટે ગયા હતાં. જેમાં સામાન્ય રીતે આપણી નજર ઉંમર જેમ વધે છે તેમ આપણી કાર્ય કરવાની ક્ષમતા ઘટતી જોવા મળે છે. ત્યારે જામનગરના આ 85 વર્ષીય માજી વિશે આટલું તો કહી શકાય કે 'હમે હમારી ઉમ્રના પૂછના એ દોસ્તો હમતો હોસલા હૈ જીંદગી ભર જવા રહેંગે'.

વિનર ટૂર્નામેન્ટમાં પણ તેઓએ સીલ્વર મેડલ મેળવ્યો હતો
82 વર્ષીય બા છેલ્લાં એક વર્ષથી આ રમત સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં નડિયાદ, સુરત અને હરિયાણા સહિત ત્રણ જગ્યાએ રમવા ગયેલા છે. તેમણે હરિયાણામાં કુરૂક્ષેત્ર ખાતે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. રોજીંદા જીવનમાં સામાન્ય રીતે બા સવારે પોતાના ઘરે મંગલબાગથી ચાલીને બાલા હનુમાન મંદિરે દર્શને જાય છે. જીવનમાં અત્યાર સુધીમાં કરેલા હાર્ડવર્કના પરિણામે તેઓ આ સ્પર્ધામાં વિનર ટૂર્નામેન્ટમાં પણ તેઓએ સીલ્વર મેડલ મેળવ્યો હતો.

માજીનો મક્કમ નિર્ધાર
બાના દિકરા અરવિંદભાઈ વસોષાએ સ્કૂલના સમયથી એથ્લેકિટસ સાથે જોડાયેલા છે. તેમને તેમના બાની આ સ્ટ્રગલ જોઇને હાર્ડવર્ક જોઇને તેમણે વિશ્વાસ આવ્યો કે, તેમના બા પણ આ દોડની સ્પર્ધામાં ભાગ લઇ શકે તેમ છે તેથી તેમણે તેમના 85 વર્ષીય બાને રમવા લઇ જવાનું સાહસ કર્યું અને બાએ પણ સામે એટલો જ ઉત્સાહે બતાવ્યો અને ભાગ લીધો હતો.

 ઈન્ટરનેશનલમાં રમવા જવાની ઈચ્છા
ઘરમાં સાડી પહેરતા બા એ રમતના મેદાનમાં ટ્રેક્રટ પહેરીને આ સ્પર્ધામાં દોડ લગાવી હતી. ત્યારે તેમને દોડતા જોઈને હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. અને તેમણે પણ જીવનમાં આગળવધવાની પ્રેરણા બાને જોઇને મળેવી હતી. હજુ આગળ પણ તેમણે ઈન્ટરનેશનલમાં રમવા જવાની ઈચ્છા છે. આમ બા એ આજની યુવા પેઢી માટે એક ઉદાહરણ પૂરું પાડયું છે કે, જીવનમાં કયારેય કોઇ પણ કારણ એ આગળ વધવાના ઉત્સાહને રોકી શકે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ