બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Third wave may come in December in Maharashtra Information given by the Minister of Health

કોરોના સંકટ / વધી ચિંતા! ડિસેમ્બરમાં ભારતના આ રાજ્યમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, મચ્યો હડંકપ

Ronak

Last Updated: 07:25 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે દ્વારા કહેવામાં આવ્યું કે ડિસેમ્બરમાં રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવશે. જોકે ત્રીજી લહેર બીજી લહેરની સરખાણીએ એટલી ઘાતક નહી હોય

  • મહારાષ્ટ્રમાં ડિસેમ્બરમાં આવી શકે છે ત્રીજી લહેર 
  • સ્વાસ્થ્ય મંત્રીએ ત્રીજી લહેરને લઈને આપી માહિતી 
  • ત્રીજી લહેરની અસર બીજી લહેર જેટલી ઘાતક નહી હોય 

મહારાષ્ટ્રમાં આગામી ડિસેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જે મામલે રાજ્યના સ્વસ્થ્ય મંત્રીએ રાજેશ ટોપેએ પોતેજ માહિતી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાની ત્રીજી લહેર ડિસેમ્બરમાં આવશે પરંતુ તેની અસર ઘણી ઓછી રહેશે. જોકે આ મામલે તેમણે  વેક્સિનેશનના ભારનો પણ ઉલ્લેખ કર્યો છે. 

ત્રીજી લહેરથી લોકો વધારે હેરાન નહી થાય: સ્વાસ્થ્ય મંત્રી 

તેમણે કહ્યું કે રાજ્યમાં હવે વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે. જેના કારણે કોરોનાની ત્રીજી લહેરથી લોકો વધારે હેરાન નહી થાય. પરંતુ સાવધાની રાખવી તેટલીજ જરૂરી છે. બીજી તરફ વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોનાની લહેર સમય સમય પર તેની ફ્રિકવન્સી બદલતી રહે છે. 

મહારાષ્ટ્રમાં 80 ટકા લોકોનું વેક્સિનેટેડ 

પહેલી લહેર દેશમાં સપ્ટેમ્બર 2020માં આવી હતી. જ્યારે બીજી લહેર 2021માં આવી હતી. અને હવે ત્રીજી લહેર મહારાષ્ટ્રમાં ડિસેમ્બરમાં આવશે તેવું ત્યાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે હાલ મહારાષ્ટ્રમાં 80 ટકા લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. સક્રમણને કાબૂમાં લેવા ખાસ કરીને વેક્સિનેશને મહત્વનો ભાગ ભજવ્યો છે.

 પહેલાની સરખાણીએ રાજ્યમાં સંક્રમણ ઓછું 

મહારાષ્ટ્રમાં પહેલાની સરખામણીએ સંક્રમણ ઘણું ઓછું છે. સાથેજ હવે અહીયા મૃત્યુ દર પણ શૂન્ય નજીક છે. જોકે તેમ છતા ડિસેમ્બરમાં ત્રીજી લહેર આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ વેક્સિનેશનને કારણે સંક્રમણનું પ્રમાણ ઘણું ઓછું રહેશે. 

હાલ રાજ્યમાં 9678 એક્ટિવ કેસ 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મૃત્યુ દર 2.12 ટકા છે જે દેશમાં સૌથી વધારે છે. સાથેજ અહીયા હાલમાં 9678 જેટલા એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્યમંત્રીના કહેવા પ્રમાણે રાજ્યમાં વેક્સિનનો કોઈ અભાવ નથી સાથેજ તેમણે એવું પણ કહ્યું હાલ સરકાર પાસે 1.77 કરોડ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. જેમા કોવિશિલ્ડના 1.13 કરોડ ડોઝ છે જ્યારે 64 લાખ ડોઝ કોવેક્સિનના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ