બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Thief stole old woman's wallet in Ahmedabad, complaint in Ranip police station

ગઠિયાઓ બન્યા બેફામ! / શાકભાજીની ખરીદી 3.15 લાખમાં પડી.! ભીડનો લાભ લઈ ગઠિયો બ્લેડથી થેલી કાપી રૂપિયા ચોરી ગયો, અમદાવાદનો ચેતવતો કિસ્સો

Malay

Last Updated: 04:52 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના રાણીપમાં વૃદ્ધા શાકભાજી ખરીદતાં હતાં ત્યારે ગઠિયો હાથ સાફ કરી ગયો, ભીડનો લાભ લઈ ગઠિયો બ્લેડથી થેલી કાપી વૃદ્ધાના રૂ. 3.15 લાખ ચોરી ગયો.

 

  • રાણીપમાં ભીડનો ગઠિયોએ ઉઠાવ્યો લાભ
  • બ્લેડથી થેલી કાપી વૃદ્ધાના રૂ. 3.15 લાખની ચોરી
  • પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી 

અમદાવાદના બજારો કે ભીડભાડવાળી જગ્યા પર લોકોના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગ ફરી એક વાર સક્રિય થઇ છે. રાણીપમાં 65 વર્ષીય વૃદ્ધા શાકભાજીની ખરીદી કરી રહ્યાં હતાં ત્યારે કોઈ ગઠિયાએ ભીડની આડમાં બ્લેડથી પ્લાસ્ટિકની થેલી કાપી 3.15 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ન્યૂ રાણીપમાં અનમોલ બંગલોમાં રહેતાં 65 વર્ષના ભારતીબેન પટેલે ચોરીની ફરિયાદ કરી છે, ભારતીબેન તેમના પતિ સાથે રહે છે અને તેમના બન્ને દીકરા યુએસએમાં પરિવાર સાથે રહે છે.

પર્સમાં હતા  કુલ 3.15 લાખ રૂપિયા રોકડા 
થોડા દિવસ પહેલાં સવારના દસ વાગે ભારતીબેનના મોટાભાઈ અને તેમનો દીકરો યુએસએ ફરવા જવાના હોવાથી તેઓ તેમને મળવા માટે ગયાં હતાં. તેમના પર્સમાં રૂ.2000ની 150 નોટ (રૂ. ત્રણ લાખ) અને રૂ. 200ની 75 નોટ (રૂ.15 હજાર) એટલે કે કુલ 3.15 લાખ રૂપિયા રોકડા હતા. ભારતીબેન તેમના ભાઈના ઘરે આખો દિવસ રોકાયાં હતાં. ત્યારબાદ તેઓ ચાલતાં ચાલતાં રાણીપ સરદાર ચોક ખાતે શાકભાજી લેવા ગયાં હતાં. ભારતીબેન શાકના પૈસા આપવા ગયાં ત્યારે પ્લાસ્ટિકની થેલીમાં તેમનું પર્સ મળી આવ્યું ન હતું, જેથી ભારતીબેને થેલી ચેક કરી ત્યારે તેમને જાણ થઈ હતી કે કોઈ ગઠિયાએ તેમની થેલી કાપી નાખી હતી.

રોકડ રકમ ભરેલું પર્સ ચોરી ગઠિયો ફરાર 
ભારતીબેન સમજી ગયાં હતાં કે, તેઓ જ્યારે શાકભાજી લેતાં હતા ત્યારે કોઈ ગઠિયો ભીડનો લાભ લઇ 3.15 લાખ રોકડ રકમ ભરેલું પર્સ ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. ભારતીબેને આસપાસ તપાસ કરી પરંતુ તેમનું પર્સ મળી આવ્યું ન હતું. આથી ભારતીબેને આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ શરૂ કરી
શહેરમાં ભીડવાળી જગ્યા પર પર્સ ચોરી કરતી અનેક ટોળકી સક્રિય થઇ છે. જે તમારી નજર ચૂકવીને ગણતરીની મિનિટોમાં પર્સ ચોરી કરીને નાસી જાય છે. શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ગુના દાખલ થયા છે. જેમાં પોલીસે ચોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ જાહેર જગ્યા પરથી ચોરી થઇ હોવાની ફરિયાદો નોંધાઇ છે. પર્સ ચોરી કરતી ગેંગ ચોરી કરીને પળવારમાં રફુચક્કર થઇ જાય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ