બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / These veteran leaders and activists were the HERO of BJP's victory

વિશ્લેષણ / ન ભૂતો ન ભવિષ્યતિ: ભાજપની જીતના HEROES રહ્યાં આ દિગ્ગજ નેતા અને કાર્યકરો, સટીક રણનીતિએ ગુજરાત જીતાડયું

Priyakant

Last Updated: 01:49 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી જીત મળી, આવો જાણીએ ભાજપની પ્રચંડ જીત પાછળના હીરો વિશે

  • ભાજપને અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી જીત મળી 
  • ભાજપે પ્રચંડ જીત સાથે જ ત્રણ નવા રેકોર્ડ પોતાના નામે કરી લીધા
  • મોદી-શાહ-નડ્ડા-પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની સાથે પ્રદીપસિંહ વાઘેલા પણ બન્યા જીતના હીરો 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મોટી જીત મળી છે. વાત જાણે એમ છે કે, ભાજપ આ જીત સાથે જ ત્રણ નવા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. પ્રથમ ભાજપે સૌથી વધુ બેઠકો જીતી અને તેને સૌથી વધુ વોટ શેર પણ મળ્યો. આ સાથે સૌથી વધુ માર્જિનથી જીતેલા ઉમેદવારો પણ ભાજપના છે. જોકે આ ચૂંટણીમાં ભાજપની જીતના જો કોઈ મુખ્ય ચેહરા હોય તો તેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ અને પ્રદીપસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. 

PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચંડ પ્રચારનો મોદી મેજિક ગુજરાતમાં ચાલી ગયો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય મેગા રોડ શો અને રેલીઓ-સભા સંબોધી હતી. જેમાં અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હતો.  સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવી હતી. PM મોદીએ સુરતમાં પણ 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. પીએમ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા હતા. PM મોદી અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ગૃહમંત્રી અમિત શાહ  

ગુજરાતના માણસાના વતની અમિત શાહને ભાજપના ચૂંટણી રણનીતિકાર માનવામાં આવે છે. ગુજરાતમાં ઉમેદવારોની યાદી તૈયાર કરવી, નારાજ નેતાઓને શાંત કરવા કે પછી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નેતાઓની સાથે જવું એ તેમના અભિયાનનો હિસ્સો માનવામાં આવે છે.  આ ચૂંટણીમાં અમિત શાહે સૌથી વધારે સમય ગુજરાત અને ખાસ કરી અમદાવાદ અને પોતાના લોકસભા વિસ્તાર ગાંધીનગરમાં વિતાવ્યો. તેમની ગતિવિધિઓને જોઈને એવું લાગ્યુ હતું કે, તેમણે પોતાના માટે 'મિશન 7' તૈયાર કરી લીધું હતું. 

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ આ વાહતે ગુજરાત ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અગાઉ જે.પી.નડ્ડાએ કાર્યકર્તાઓને સૂચન આપી જણાવ્યું કે, ભારત માતા કી જય'ના નામે મત નહીં મળે. તેના માટે દરેકના ઘરે 20-25 મિનિટ ફાળવીને સમસ્યા જાણવા અને લોકોની સમસ્યા જાણી ઉકેલવાથી જ મત મળશે તેવું સૂચન આપ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, PM મોદીએ રાજકોટને AIMMSની ભેટ આપી છે. 1 હજાર 100 કરોડની મેડિકલ સુવિધા આપવી સરળ ન હોવા અંગે લોકોને સમજાવો અને એક દિવસમાં સ્પોર્ટ્સ એસોસિએશનનું લિસ્ટ બનાવી  આ યાદીમાં સામેલ તમામ નામ સાથે 'ચાય પે ચર્ચા' કરવા પણ માહિતી આપી હતી.

CM ભૂપેન્દ્ર પટેલ (મૃદુ અને મક્કમ ચહેરો)

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓળખ એક મૃદુ અને મક્કમ ચહેરા તરીકે છે. તેઓ કાર્યકરો સાથે પણ સહજતાથી પોળતાની સાથે રાખી ચાલનારા વ્યક્તિ માનવામાં આવે છે. આ ચૂંટણીમાં પણ ભૂપેન્દ્ર પટેલની ભૂમિકા ઊડીને આંખે વળગે તેવી છે. અનેક સભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વખતે મારા એટલે કે નરેન્દ્રના રેકોર્ડ કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ વધુ મજબૂત હોવા જોઈએ. અને પછી તો શું ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ અધ્યક્ષ પાટિલ સહિતની ટીમ મોદી સાહેબની ઈચ્છા પૂરી કરવામાં લાગી ગઈ. ઘેર-ઘેર પહોંચી પક્ષની પ્રચાર કર્યો અને લોકોએ પણ વિશ્વાસ મૂકી ફરી એકવાર ભાજપને વિજયી બનાવ્યું. 

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ  

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ એવા વ્યક્તિ છ  જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સૌથી નજીકના માનવામાં આવે છે.  પાટીલ લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીના સંયોજક પણ હતા. સીઆર પાટીલ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો લોકપ્રિય ચહેરો છે. આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાયા બાદ સીઆર પાટીલે લગભગ તમામ નારાજ નેતાઓને મનાવવામાં કારગત નીવડ્યા હતા. આ સાથે તેમની કોઠાસુઝથી ગાંધીનગરથી લઈ છેક છેવાડાના કાર્યકરો સુધી સતત સંપર્કમાં રહી અને ગુજરાતની જીત માટે પ્રયાસ કર્યા હતા. 

પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા  

ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા આ ચૂંટણીમાં લગભગ એટલા બધા લાઇમલાઇટમાં નથી આવ્યા. પણ આ ચૂંટણીમાં તેઓએ જમીની સ્તર ઉપર કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. પ્રદીપસિંહ વાઘેલાએ બેઠક વાઇઝ રણનીતિ કરી અને અનેક બેઠકો પર જાતે જ કાર્યકર્તાઓ અને નારાજ નેતાઓને મનાવી પાર્ટીને જીતાડવા આહ્વાન કર્યું હતું. પ્રદીપસિંહ ખુદ અનેક બેઠકો ઉપર કાર્યકર્તાઓને મળી જમીની સ્તરે એક પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યા બાદ આજે ભાજપને આ પ્રચંડ જીત મળી છે. 

ભાજપના સ્ટાર પ્રચારકો

આ ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની મહેનત પણ રંગ લાવી છે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથથી લઈ અનેક દિગ્ગજ નેતાઓએ ગુજરાતના અનેક વિસ્તારોમાં જાહેરસભા અને રોડ-શો કરી લોકો વચ્ચે ભાજપની વાત મૂકી હતી. 

સોશિયલ મીડિયા ટીમ

ગુજરાત ચૂંટણીમાં પ્રદેશ ભાજપની સોશિયલ મીડિયાની ટીમે પણ આ વખતે ગુજરાતના લોકો અને ખાસ કરી યુવાવર્ગમાં પક્ષના કાર્યો પહોંચાડવામાં સરાહનિય કામગીરી કરી છે. સોશિયલ મીડિયા ટીમ દ્વારા ભાજપના કેમ્પેઇનને લોકોના મોબાઈલ સુધી પહોંચાડી પોતાની તરફ આકર્ષ્યા હતા. 

ભાજપના કાર્યકરો

ભારતીય જનતા પાર્ટીની જીત જોવા જઈએ તો ખરેખર તેમના કાર્યકરોની જીત છે. આ ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ પોતે ઘરે-ઘરે પહોંચી અને પક્ષની કામગીરી અને ચૂંટણી ઢંઢેરો લોકો સુધી પહોંચાડ્યો હતી. આ સાથે દરેક કાર્યકર્તા જાણે પોતે ચૂંટણીમાં ઊભા હોય તેમ ચૂંટણી પ્રચારમાં લાગ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Hero Vtv Exclusive ગુજરાત ચૂંટણી પરિણામ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચંડ જીત ભાજપની જીત Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ