બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / These top five players including Virat cannot play IPL! BCCI's action mode has increased fans' worries

IPL 2023 / વિરાટ સહિત ટોપના આ પાંચ ખેલાડીઓ નહીં રમી શકે IPL! BCCIના એક્શન મોડે વધારી ફેન્સની ચિંતા

Megha

Last Updated: 10:19 AM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો ભાગ બની શકે તેવા ખેલાડીઓને લઈને BCCIએ મોટો નિર્ણય લીધો છે. ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ માટે BCCI તેમને IPLમાં રમવાથી પણ રોકી શકે છે.

  • BCCI ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું
  • ભૂતકાળની ઘટનાઓમાંથી શીખ્યું BCCI
  • BCCI આ ખેલાડીઓને IPLમાં રમવાથી રોકી શકે છે

ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2022 કંઈ ખાસ રહ્યું નથી. આ વર્ષે રમાયેલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો અને આના સંદર્ભમાં BCCIની સમીક્ષા બેઠક વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી, 2023ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો બાદ એવું લાગી રહ્યું છે કે BCCI એક્શનના મૂડમાં આવી ગઈ છે. એ મિટિંગમાં વર્લ્ડ કપમાં હાર સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી અને આ દરમિયાન એક નિર્ણય લેવામાં આવ્યો જેનાથી ક્રિકેટ ચાહકો પરેશાન છે. 

જણાવી દઈએ કે આગામી ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો ભાગ બની શકે તેવા ખેલાડીઓને લઈને BCCIએ મોટો નિર્ણય લીધો છે. ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ માટે BCCI તેમને IPLમાં રમવાથી પણ રોકી શકે છે. આ નિર્ણય બાદ ફેન્સ ચિંતિત થયા છે, ચાલો જોઈએ એવા કયા ખેલાડીઓ છે જેમને IPLમાં રમવાથી રોકી શકાય છે.

ખેલાડીઓના વર્ક લોડને ઘટાડવા માટે લઈ શકે છે નિર્ણય 
આ વર્ષે જૂન મહિનામાં અને ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ICCની બે મોટી ટુર્નામેન્ટ રમાશે. આવી સ્થિતિમાં BCCIએ આ ટૂર્નામેન્ટમાં રમી રહેલા ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. રવિવારની મીટિંગ બાદ કેટલાક એવા સ્ટાર ખેલાડીઓ છે જે IPL 2023નો ભાગ ન પણ બની શકે. આ ખેલાડીઓમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ એવા ટોચના પાંચ ખેલાડીઓ છે જેઓ કેટલીક IPL મેચો ચૂકી શકે છે. આ પાંચ ખેલાડીઓ એવા છે કે જેઓ આગામી ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે. આવી સ્થિતિમાં ખેલાડીઓનું ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. IPL એક એવી ટૂર્નામેન્ટ છે જેમાં ખેલાડીઓ આખા મહિનાથી વધુ સમય સુધી વ્યસ્ત રહે છે. BCCIએ ખેલાડીઓના વર્ક લોડને ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. 

ભૂતકાળની ઘટનાઓમાંથી શીખ્યું BCCI
BCCI તેની ભૂતકાળની ઘટનાઓથી શીખીને આ મોટું પગલું ભર્યું છે. ભારતમાં IPL એક એવી ટૂર્નામેન્ટ છે જેમાંથી BCCIને ઘણી કમાણી થાય છે, તેથી જો સ્ટાર ભારતીય ખેલાડીઓ IPL ચૂકી જાય તો આખી ટૂર્નામેન્ટનો રોમાંચ પૂરો થઈ જાય છે. બીસીસીઆઈએ આ નિર્ણય ખેલાડીઓને થઈ રહેલી ઈજાઓ અને તેમના વર્કલોડને ધ્યાનમાં રાખીને લીધો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ જસપ્રીત બુમરાહ છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તે વર્ષ 2022માં ટી20 વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. 

બિન્ની પોતાનું વચન પૂરું કર્યું 
વર્ષ 2022માં BCCIના અધ્યક્ષ બનેલા રોજર બિન્નીએ પોતાનું પદ સંભાળતાની સાથે જ ખેલાડીઓની ઈજાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. એમને તેના વિશે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં તેના પર કામ કરશે. રવિવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેતા બિન્નીએ પોતાનું વચન પૂરું કર્યું. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ખેલાડીઓના વર્કલોડને મેનેજ કરવા માટે તેઓ IPL જેવી મોટી ટૂર્નામેન્ટને દાવ પર લગાવી દેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ