બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / These habits will damage your kidneys

હેલ્થ / આ આદતો ખરાબ કરી દેશે તમારી કિડની, તાત્કાલિક છોડી દેજો નહીંતર હોસ્પિટલ આમંત્રણ આપી દેશે

Kinjari

Last Updated: 11:58 AM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલની લાઇફસ્ટાઇલમાં આપણે સૌએ દરેક લક્ષણોને ગંભીરતાથી લેવા જોઇએ. ક્યારે કયા લક્ષણ કઇ બીમારીના હોય તેનો અંદાજો આપણે લગાવી શકતા નથી.

  • આ લક્ષણોને ક્યારેય અવગણો નહી
  • વધારે માત્રામાં મીઠુ ટાળો
  • ખાંડનું સેવન પણ કરી દો ઓછુ

તમારી ખરાબ લાઈફસ્ટાઈલથી લઈને ડાયેટ (Diet) આ દરેક વાતોની અસર કિડની પર પડે છે. તેનાથી ક્રોનિક કિડની ડિઝીઝ (Chronic Kidney Disease)થી લઈને કિડનીના સંપૂર્ણ રીતે ડેમેજ થવાનો ખતરો રહે છે. માટે જાણી લો કે કઈ એવી આદત છે જેને તમારે તરત બદલી નાખવી જોઈએ. 

વધારે માત્રામાં મીઠા, સુગર અને પ્રોસેસ્ડ ફૂડ 
મીઠાનું વધારે પ્રમાણમાં સેવન કિડની રોગોના ખતરાને વધારે છે. જેના કારણે દિવસભરમાં મીઠું અમુક માત્રામાં જ લો. એક ચમચીથી વધારે મીઠુ ન ખાવું જોઈએ. 
વધારે પ્રમાણમાં ખાંડ ખાવ છો તો તેનાથી જાડાપણુ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની સમસ્યા થઈ શકે છે. તેનાથી કિડની સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો રહે છે. વધારે પડતી ખાંડનું સેવન ન કરો અને ગળી વસ્તુઓનું સેવન ઓછું કરો. 

પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમની માત્રા વધારે હોય છે. જે તમારી કિડનીને નુકસાન પહોંચાડે છે. ત્યાં જ તમને પહેલાથી જ કિડની સાથે જોડાયેલી કોઈ બિમારી છે તો પ્રોસેસ્ડ ફૂડ વધારે ન ખાઓ. 

એક્ટિવ ન રહેવું 
જો તમે એક્ટિવ નથી અને વધારે સમય સુધી એક જ જગ્યા પર બેસી રહો છો તો તે પણ તામારી કિડનીને નુકસાન પહોંચાડે છે. ડેલી એક્ટિવિટીથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને મેટાબોલિઝમ માટે તે પણ સારૂ છે. તેનાથી કિડની હેલ્દી રહે છે. 

જરૂરી ઉંઘ લેવી 
કિડનીને સ્વસ્થ્ય રાખવા માટે સારી ઉંઘ લેવી પણ જરૂરી છે. કિડની ફંક્શનના સ્લીપ વોક સાઈકલથી રેગુલેટ કરવામાં આવે છે. તેના માટે ડાયેટની સાથે ઉંઘનું પણ ધ્યાન રાખો. 

ઓછું પાણી પીવું 
કિડની બ્લડને સાફ કરીને શરીરના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. કિડની રોગોથી બચવા માટે જરૂરી છે કે તમે જરૂરી માત્રામાં પાણી પીઓ. ઓછી માત્રામાં પાણી પીવાથી ઘણા પ્રકારના કિડની રોગોનો ખતર રહે છે.  એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો તમને પહેલાથી કિડની સાથે જોડાયેલી ઘણી સમસ્યા નથી. તો રોજ ત્રણથી ચાર લિટર પાણી પીઓ.  

વધુ માત્રામાં મીટનું સેવન 
એનિમલ પ્રોટીન બ્લડમાં ઉચ્ચ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય છે. તેનાથી કિડનીને નુકસાન પહોંચે છે. તેનાથી એસિડોસિસની સમસ્યા થાય છે. જેનાથી કિડની એસિડને ઝડપથી ખતમ નથી કરી શકતી. 

સ્મોકિંગ અને આલ્કોહોલ 
સ્મોકિંગથી નહીં ફક્ત ફેફસાને નુકસાન પહોંચે છે. પરંતુ તે તમારા લિવર અને કિડની માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સ્મોકિંગ કરનાર લોકોના યુરિનમાં પ્રોટીન હોવાની સંભાવના વધારે હોય છે. જે કિડની ખરાબ થવાનું એક લક્ષણ હોય છે. 

એક્સપર્ટ્સ અનુસાર, દારૂનુ સેવન મહિના અથવા 15 દિવસમાં એક વખત ઓછી માત્રામાં કરવામાં આવે તો તેને વધારે નુકસાન નથી પહોંચતુ. પરંતુ જો તમે નિયમિત રૂપથી આલ્કોહોલનું સેવન કરો છો. તો તેનાથી ક્રોનિક કિડની ડિઝીઝનો ખતરો રહે છે. 

દુઃખાવાની દવાઓ ખાવી 
જો તમે દુઃખાવાની દવાઓ વધારે ખાઓ છો તો તેનાથી કિડનીને નુકસાન પહોંચે છે. ત્યાં જ જો તમે પહેલાથી કિડની સાથે જોડાયેલી ઘણી બિમારીઓથી પીડિત છો ત્યારે તો આ વાતનું ખાસ અને વધારે ધ્યાન રાખવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ