સાઉથની ઘણી એવી ફિલ્મો છે જેના એક્શન સીન્સ લાર્જર ધેન લાઈફ છે. 31 માર્ચે અજય દેવગણની ફિલ્મ 'Bholaa' રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ આવતા પહેલા જ તેના એક્શન સીક્વન્સને લઈને ખૂબ જ બઝ છે.
સાઉથની આ 5 ફિલ્મોથી એક્શનથી ભરપૂર
ઘરે બેઠા પણ તમે જોઈ શકો છો આ ફિલ્મો
જુઓ દમદાર એક્શન ફિલ્મોની લિસ્ટ
31 માર્ચે અજય દેવગણની ફિલ્મ 'Bholaa' રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ આવતા પહેલા જ તેના એક્શન ચેઝ સીક્વન્સને લઈને ખૂબ જ હંગામો છે. ત્યાં જ 6 મિનિટના આ સીનને શૂટ કરતા 11 દિવસ લાગ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આ સીક્વન્સ ફિલ્મના સૌથી મોટા મોમેન્ટ્સમાંથી એક હશે. 'Bholaa' તમિલની ફિલ્મ કેથીનું ઓફિશિયલ હિંદી રિમેક છે.
'Bholaa'લાર્જર ધેન લાઈફ એક્શન વાળી હશે. પરંતુ હવે વાત કરીએ સાઉથમાંથી આવતી એવી ફિલ્મોની જેનું એક્શન લોકોને થિયેટર્સથી બહાર આવ્યા બાદ પણ વર્ષો સુધી યાદ રહે છે.
ઉગ્રમ (કન્નડ)
KGF પહેલા પ્રશાંત નીલે 'ઉગ્રમ' બનાવી હતી. તેમની પહેલી ફિલ્મ અને પહેલી ફિલ્મ વાળી રોનેસ અહીં જોવા પણ મળે છે. સ્ટોરીનું મુખ્ય પાત્ર એક સામાન્ય માણસ છે. પોતાની આસપાસ ક્રાઈમ થતા જોવે છે અને હસ તેમના વિરૂદ્ધ ઉભો થઈ જાય છે.
પ્રશાંતના સિનેમા પર અમિતાભની ફિલ્મોની અસર પણ રહે છે. ઉગ્રમ જે ટેમ્પલેટ પર બનેલી છે તે સિનેમાની દુનિયામાં નવું નથી. જોકે ફિલ્મના માટે સૌથી કારગર ફેક્ટર સાબિત થયું તેમનું એક્શન. ફિલ્મ બોક્સ ઓફિસ પર ભલે ના ચાલી પરંતુ તેણે લોકોને એટલો ભરોસો અપાવ્યો કે સંસાધન મળવા પર પ્રશાંત મોટી એક્શન ફિલ્મ બનાવવી શકે છે.
વિવેગમ (તમિલ)
વિવેગમનો ક્લાઈમેક્સ એક્શન સીન ખૂબ પોપ્યુલર થયો હતો. અજીતની ભુમિકા વિલન બનેલા વિવેક ઓબેરોયને ચેઝ કરીને થાય છે. ત્યાર બાદ બન્નેમાં ગુત્થમગુથી થાય છે. ફૂલ ડ્રામેટિક સીન, હીરો, જમીન પર ઘરાશાઈ પડ્યો છે, હીરોઈન રોઈ રહી છે, પવન ફૂકાંઈ રહ્યો છે, હીરોના સોલ્ટ પેપર વાળમાં હલચલ થાય છે, પગ પર ઉભો રહે છે, પોતાના હાથોથી વિલનને મારતા પહેલા પોતાનો સર્ટ ચીરે છે.
આ એવો સીન છે જ્યારે થીએટર્સમાં જોરદાર તાલીઓ, સીટીએ વાગી. વિવેગમ એક ફિલ્મની રીતે જ એવી સીટીમાર મોમેન્ટસનું કલેક્શન છે. લોજીકના સ્તર પર ઉપર-નીચે ભલે થઈ રહી છે પરંતુ ફેન સર્વિસ કરવાનું નથી ભૂલતી.
રંગસ્થલમ (તેલુગુ)
એક ગામ છે. જ્યાંનો મુખિયા પોતાની જ હવાબાજીમાં રહે છે. લોકોનું શોષણ કરે છે. સ્ટોરીનો હીરો ચિટ્ટી બાબૂ તેના વિરૂદ્ધ ઉભો થાય છે. લોકોનો મસીહા બને છે. ડાયરેક્ટર સુકુમારની ટ્રીટમેન્ટ શાનદાર છે. તેમણે જ પુષ્પા બનાવી છે. રામ ચરણનો સ્વેગ.
ફિલ્મ જર્નલિસ્ટ રંગસ્થલમને રામચરણના બેસ્ટ કામોમાં ગણવામાં આવે છે. ફિલ્મમાં એક એક્શન સીન છે. રાતના અંધારામાં. એક ખેતરમાં, ચિટ્ટી બાબુ અમુક ગુંડા સામે લડે છે. તે સીનમાં જે હવામાં મુક્કાલાત થઈ છે, ઉપરથી બેકગ્રાઉન્ડ મ્યુઝીક, આખું વાતાવરણ શાનદાર બનાવે છે.
વિક્રમ (તમિલ)
વર્ષ 2022ની સૌથી વધારે કમાણી કરનાર ઈન્ડિયન ફિલ્મોમાંથી એક છે વિક્રમ. આ ફિલ્મને થિએટર્સમાં જોવી તો કોઈ તહેવારની જેમ છે. ફિલ્મનો ઈન્ટરવલ બ્લોક યાદરીજાય તેવો છે. જ્યારે કમલ હાસન, ફહદ ફાઝીલ અને વિજય સેતુપતિની ભુમિકા પહેલી વખત મળી છે.
વિક્રમમાં જેવું એક્શન થયું, તેને માટે જ આપણે ધૂઆંધાર જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ક્લાઈમેક્સમાં કમાલ હાસનનું પાત્ર વિક્રમ મશીન ગન લઈને ગરાજમાંથી બહાર નિકળે છે. તેની પાસે તેનો નવજાત પૈત્ર છે અને બીજી જ સેકન્ડે તે પોતાની મશીન ગનને ફાયર કરી ખાલી કરે છે. તમે બધા લોજીક શોધવાનું બંધ કીર દેશો. તે સીન ખૂબ જ તાલીઓ લૂંટે છે.
સરાઈનોડુ (તેલુગુ)
અલ્લુ અર્જુન જ્યારે 'પુષ્પા' બનીને લાકડાઓનું સ્મગલિંગ ન હતો કરતો. ત્યારે તે એક આર્મીમાં હતા. એવા લોકોને સદા આપતા જે કાયદાની વ્યવસ્થામાં કોઈ લાંચ આપીને બચી જતા હતા. તેની સાથે જ તે પોતાની રીતે ન્યાય કરે છે.
ફિલ્મને બોક્સ ઓફિસ પર એવો બમ્પર રિસ્પોન્સ મળ્યો કે આ 2016ની બીજી સૌથી કમાણી કરનાર તેલુગુ ફિલ્મ બની. ફિલ્મનું સ્ક્રીનપ્લે કમજોર હતું. તેની આલોચના થઈ. પરંતુ વખાણ થયા ફિલ્મના લાર્જર ધેન લાઈફ એક્શનના, તેના વિઝ્યુઅલ્સનું.