બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 02:53 PM, 12 March 2023
ADVERTISEMENT
આજે સવારે 8:28 વાગ્યે શુક્રએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 6 એપ્રિલના રોજ બપોરે 11 વાગ્યા સુધી મેષ રાશિમાં જ ગોચર કરશે. ત્યારબાદ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્ર ગ્રહ વિવાહ, પ્રેમ, વિલાસિતા, સુખ અને સમૃદ્ધિ, વાહનો, કળા, નૃત્ય, સંગીત, અભિનય અને કામનો પ્રતિક છે. શુક્ર ગ્રહના સંયોગથી લોકોને નામના અને ખ્યાતિ પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહના ગોચરથી દાંપત્ય જીવન, પારવારિક સુખ અને આરોગ્ય બાબતે સૌથી વધુ ત્વચા પર અસર થાય છે. શુક્ર 6 એપ્રિલ સુધી મેષ રાશિમાં ગોચર કરશે, જેનાથી 3 રાશિઓ પર ખૂબ જ ખરાબ અસર થશે. આ પરિસ્થિતિમાં અશુભ અસરથી કેવી રીતે બચી શકાય તે અંગે આચાર્ય ઈંદુ પ્રકાશે વિગતવાર જાણકારી આપી છે.
શુક્રના ગોચરથી 3 રાશિઓ પર થશે સૌથી વધુ અસર
ADVERTISEMENT
સિંહ
શુક્ર ગ્રહ સિંહ રાશિમાં નવમાં સ્થાન પર ગોચર કરશે. જન્મપત્રિકાના નવમા સ્થાનનો સીધો સંબંધ નસીબ સાથે હોય છે. શુક્રના ગોચરની અસરથી તમને તમારા નસીબનો સાથ નહીં મળી શકે. 9 એપ્રિલ સુધી તમને પૈસાની તંગી થઈ શકે છે. આકારણોસર નકામા ખર્ચા ના કરવા જોઈએ. ઉપરાંત આરોગ્ય અને સંતાન સંબંધિત પરેશાની પણ થઈ શકે છે. પારિવારિક સુખ નહીં જળવાય. 6 એપ્રિલ સુધી શુક્રની અશુભ અસરથી બચવા માટે અને શુભ ફળ પ્રાપ્ત થાય તે માટે કાળી અને લાલ ગાયની સેવા કરો. આ પ્રકારે કરવાથી તમને નસીબ સાથ આપશે.
તુલા
શુક્ર તમારી કુંડળીના સાતમાં સ્થાન પર ગોચર કરશે. જન્મકુંડળીના સાતમા સ્થાનનો સંબંધ જીવનસાથી સાથે હોય છે. શુક્રના ગોચરની અસરથી તમારા દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ આવશે અને નસીબ પણ સાથ નહીં આપે. આ દરમિયાન વેપારમાં પણ ધન લાભ ઓછો થશે. તમારે તમારી ક્ષમતા અનુસાર જ ઈચ્છાઓ રાખવી જોઈએ. 6 એપ્રિલ સુધી અશુભ અસરથી બચવા માટે અને શુભ ફળની પ્રાપ્તિ થાય તે માટે જે કેનાલ ખરાબ હોય તેમાં વાદળી ફૂલ પધરાવો. આ પ્રકારે કરવાથી અશુભ અસરથી છુટકારો મળશે અને શુભ ફળની પ્રાપ્તિ થશે.
મકર
શુક્ર તમારી કુંડળીના ચોથા સ્થાનમાં ગોચર કરશે. જન્મકુંડળીના ચોથા સ્થાનનો સીધો સંબંધ જમીન, ઘર અને માતા સાથે હોય છે. શુક્રના ગોચરથી તમે ઘર, જમીન અને વાહન સુખ પ્રાપ્ત નહીં થાય. તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરથી બચીને રહેવું જોઈએ. શુક્રના અશુભ ફળથી બચવા માટે અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે જમીનની નીચે કાળો સુરમા દાટીને મુકી દો. આ પ્રકારે કરવાથી અશુભ અસરથી બચી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.