બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / These 3 heroines also took expensive gifts from thug Sukesh, the blast in ED caused a stir in Bollywood.

ફિલ્મી ખબર / આ 3 હિરોઈને પણ ઠગ સુકેશ પાસેથી લીધી હતી મોંઘી ગિફ્ટ, EDના ધડાકાથી બોલીવુડમાં ખળભળાટ

Hiralal

Last Updated: 03:53 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠગ સુકેશ ચંદ્રશેખરના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક ચોંકાવનારો ધડાકો કરીને બોલીવુડમાં ખળભળાટ મચાવ્યો છે.

  • ઠગ સુકેશ ચંદ્રશેખરના મામલે EDનો ધડાકો
  • સુકેશે સારા અલી ખાન ભૂમિ પેડનેકર અને જાનવી કપૂરને પણ ફસાવી હતી
  • આ અભિનેત્રીઓને આપી હતી મોંઘી ગિફ્ટ 

ઠગ સુકેશ ચંદ્રશેખરના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મોટો ખુલાસો કર્યો છે. સુકેશે માત્ર જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીને મોંઘી ગિફ્ટ જ નહોતી આપી, પરંતુ તેની આ યાદીમાં સારા અલી ખાન, ભૂમિ પેડનેકર અને જાનવી કપૂર જેવી મોટી અભિનેત્રીઓના નામ પણ સામેલ છે. ઈડીએ જ્યારે આ કેસની તપાસને આગળ વધારી છે ત્યારે તેમાં પણ આ અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે. 

કઈ 3 મોટી હિરોઈનનો ખુલાસો કર્યો ઈડીએ
ઈડીનું કહેવું છે કે જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની ઉપરાંત, સારા અલી ખાન, ભૂમિ પેડનેકર અને જાનવી કપૂર પણ સુકેશની જાળમાં ફસાઈ હતી અને તેમને મોંઘી ગિફ્ટ આપી હતી. ઉલ્લેખનીય છે કે સુકેશ ચંદ્રશેખરે  પૈસાનો ઝગઝગાટ બતાવીને આ અભિનેત્રીઓને પોતાની જાળમાં ફસાવી હતી, જેમાં વાયરલ થયેલા જેકલીન ફર્નાન્ડિસ સાથે તેમના ફોટાએ બધાના હોશ ઉડાવી દીધા હતા.

જેકલીનની ખુલ્લી પોલ હતી
ઇડીએ આ કેસમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. એવું કહેવામાં આવતું હતું કે જેકલીનને સુકેશ દ્વારા કરોડો રૂપિયાની ભેટ આપવામાં આવી હતી. ડાયમંડ જ્વેલરી ઉપરાંત એક લક્ઝરી કાર, 52 લાખ રૂપિયાનો ઘોડો અને મોંઘીદાટ બિલાડીઓ પણ, જે જેક્લીને પોતાના ફોટામાં બતાવી છે. આ ઉપરાંત જેકલીન સાથે સુકેશને ફોનમાંથી જે ફોટા નીકળ્યા હતા તેમાં બંનેની નિકટતા જોઇને જેકલિનની પોલ ખુલી ગઇ હતી. ગભરાઇને તેણે મીડિયાને અપીલ કરી હતી કે, તે સુકેશ સાથે તેના આવા ફોટા પ્રિન્ટ ન કરે.

નોરા ફતેહી બની સરકારી સાક્ષી
નોરા ફતેહી પર પણ સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ લેવાનો આરોપ લાગ્યો હતો. તેમણે ઈડીએ ઘણી વાર પૂછપરછ માટે બોલાવી હતી. પોતાની જાતને ફસાયેલી જોઈને નોરા સરકારી સાક્ષી બની ગઈ હતી. તે કહી ચૂકી છે કે સુકેશના બેકગ્રાઉન્ડ અંગે તેને કંઈ જાણકારી નથી. મારી સુકેશ સાથે મારા મેકઅપ આર્ટિસ્ટ સાથે થઈ હતી તેમાં સુકેશની પત્ની મારિયા પોલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મારિયા પણ આ કેસમાં સુકેશની સાથે આરોપી છે. નોરાએ લક્ઝી કાર અંગે જણાવ્યું કે તેને ચેન્નઈમાં થયેલી એક ઈવેન્ટમાં ફીના રુપમાં આ કાર મળી હતી. તે સુકેશ સાથે કોઈ પણ પ્રકારના મની લોન્ડરિંગમાં સામેલ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ