બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / These 2 Airlines Announce Free Travel For All Indian Olympic Medal Winners 2020

ટોક્યો ઓલિમ્પિક / ભારતના 6 ઓલિમ્પિક 'ચેમ્પિયન' ને આજીવન મળી આ સુવિધા, બે એરલાઈન્સે કરી મોટી જાહેરાત

Hiralal

Last Updated: 05:05 PM, 8 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર ખેલાડીઓને ચારેબાજુથી ઈનામોની વર્ષા થઈ રહી છે. દેશની બે એરલાઈને પણ ખેલાડીઓને ફ્રી હવાઈ મુસાફરી કરાવશે.

  • ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ પર ચારેબાજુથી ઈનામોની વર્ષા 
  • ગો ફર્સ્ટ અને સ્ટાર એર છ ખેલાડીઓને મફત મુસાફરી કરાવશે
  • ગો ફર્સ્ટે પાંચ વર્ષ સુધી ખેલાડીઓને મફત મુસાફરી કરાવશે
  • સ્ટાર એર ખેલાડીઓને આજીવન મફત મુસાફરીની ટિકિટ આપશે 
  • ઓલિમ્પિક 2020 માં ભારત 7 મેડલ જીત્યો છે જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ છે.

ગો ફર્સ્ટ અને સ્ટાર એર ખેલાડીઓને મફત મુસાફરી કરાવશે 

ગો ફર્સ્ટ અને સ્ટાર એર રવિવારે એવી જાહેરાત કરી કે ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર 6 ખેલાડીઓ દેશ-વિદેશમાં પાંચ વર્ષ સુધી ગો ફર્સ્ટની એરલાઈનમાં મફત મુસાફરી કરી શકશે. કંપનીએ કહ્યું કે કંપની 6  ખેલાડીઓને પાંચ વર્ષ સુધી દેશ-વિદેશની યાત્રા માટે ફ્રી ટિકિટ આપશે. રિજિનલ કેરિયર સ્ટાર એરે પણ જણાવ્યું કે દેશના 13 શહેરોને જોડતી તેની એરલાઈનન્સમાં 6 ખેલાડીઓ આજીવન મફત મુસાફરી કરી શકશે. 

ભારતના સાત ઓલિમ્પિક પદક વિજેતા
- મીરાબાઈ ચાનૂ (વેઈટ લિફ્ટિંગ) 
- પીવી સિંધુ ( બેડમેન્ટન) 
- લવલીના બોરગોહેન (બોક્સિંગ) 
પુરુષ હોકી ટીમ
- રવિકુમાર દહિયા (કુશ્તી) 
- બજરંગ પુનિયા (કુશ્તી) 
- નીરજ ચોપડા (ભાલા ફેંક) 

ઓલિમ્પિકમાં દેશના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર બોલતા, ગોફર્સ્ટના સીઈઓ કૌશિક ખોનાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, “સમગ્ર રાષ્ટ્ર અમારી ઓલિમ્પિક ટુકડીની અસાધારણ સફળતાથી ખુશ છે. અમે GoFirst પર તમામ મેડલ વિજેતાઓને મફત ટિકિટ આપીને આ ઐતિહાસિક સિદ્ધિ માટે આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. ભારતીય રમતો માટે આ એક મોટી સિદ્ધિ છે અને અમે દરેક સભ્યને અભિનંદન આપીએ છીએ જેમણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને દરેક જગ્યાએ ભારતીયોને ગૌરવ અપાવ્યું છે.

ઈન્ડિગોએ નીરજ ચોપરાને આ ભેટ આપી હતી
એક દિવસ પહેલા, એરલાઇન ઇન્ડિગોએ જાહેરાત કરી હતી કે તે એક વર્ષના સમયગાળા માટે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને અમર્યાદિત મફત મુસાફરીની ઓફર કરશે. આ ઓફર 8 ઓગસ્ટ 2021 થી 7 ઓગસ્ટ 2022 સુધી લાગુ છે. ઈન્ડિગોના હોલ ટાઈમ ડિરેક્ટર અને સીઈઓ રોનોજોય દત્તાએ કહ્યું, “નીરજ તમારી નોંધપાત્ર સિદ્ધિ વિશે સાંભળીને અમે બધા ખૂબ ખુશ છીએ. તમે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે અને હું જાણું છું કે ઇન્ડિગોના તમામ કર્મચારીઓ અમારી ફ્લાઇટમાં તમારું સ્વાગત કરવા માટે ખરેખર સન્માનિત થશે. બધી વિનમ્રતા સાથે અમે તમને ઈન્ડિગો પર એક વર્ષની મફત ફ્લાઇટ ઓફર કરવા માંગીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ