બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / There will be a biopic on Lalit Modi, the father of IPL and married to his mother's friend

વિવાદ વધ્યો / IPLના જનક અને માતાની મિત્ર સાથે લગ્ન કરનારા લલિત મોદી પર બાયોપિક બનશે

Premal

Last Updated: 06:33 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLના કહેવાતા 'જનક' અને પ્રથમ કમિશનર લલિત મોદી પર બાયોપિક બનાવવાની જાહેરાત થતાં સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે.

  • લલિત મોદી પર બાયોપિક બનાવવાની જાહેરાત થતાં જ વિવાદ વધ્યો
  • લલિત મોદીએ પોતાની માતાની મિત્ર સાથે લગ્ન કર્યાં હતાં
  • વર્ષ 2018માં મીનલનુ થયુ હતુ મૃત્યુ

આમ પણ લલિત મોદી અને વિવાદ એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. લલિત મોદીએ પોતાની માતાની મિત્ર સાથે લગ્ન કર્યાં હતાં. જ્યારે લલિત મોદીને પોતાના પર બનનારી બાયોપિકની જાણ થઈ તો તે ગુસ્સો થઈ ગયો. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ''હવે વકીલોને બોલાવવાનો સમય આવી ગયો છે.''

મારા વકીલોને ફરીથી બોલાવવાનો સમય આવી ગયો છે!: લલિત મોદી

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર માહિતી આપી હતી કે, ફિલ્મ '83' અને 'થલાઈવી'ના નિર્માતા વિષ્ણુવર્ધન ઈન્દુરી IPLના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિય મજૂમદારની લલિત મોદી પર લખાયેલી બુકના આધાર પર બનાવવામાં આવશે. આનાથી ભડકેલા લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ''કોઈ પુસ્તક સાથે પોતાનું નામ જોડાતા આશ્ચર્ય થાય છે કે જલદી જ તેના પર ફિલ્મ બની જશે. મારે આ ફિલ્મ કે પુસ્તક સાથે કોઈ પણ લેવા-દેવા નથી. મારે આવતા થોડા સમયમાં મારી પોતાની બાયોપિકની જાહેરાત કરવી છે. મારા વકીલોને ફરીથી બોલાવવાનો સમય આવી ગયો છે!''

લલિત મોદીએ પોતાની માતાની મિત્ર સાથે કર્યા લગ્ન

જેવી રીતે આ બાયોપિકની જાહેરાત પર વિવાદ થયો છે, એવું જ વિવાદાસ્પદ જીવન લલિત મોદીનું રહ્યું છે. લલિત મોદીનાં અંગત જીવન વિશે વાત કરીએ તો લલિત મોદીએ પોતાની માતાની મિત્ર સાથે લગ્ન કર્યાં હતાં. મીડિયા અહેવાલો મુજબ જ્યારે લલિત મોદી વિદેશ ભણવા માટે ગયો હતો ત્યારે તેને પોતાની માતાની મિત્ર મીનલ સાથે પ્રેમ થયો હતો. જ્યારે મીનલનાં લગ્ન થવાનાં હતાં ત્યારે લલિતે પોતાની ફિલિંગ્સ મીનલ સમક્ષ વ્યક્ત કરી હતી. ઉંમરમાં નવ વર્ષ મોટી મીનલ લલિતની આ પ્રપોઝલથી નારાજ થઈ અને બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી, પણ સમય જતાં મીનલનાં નાઈજિરિયન બિઝનેસમેન પતિ સાથે છૂટાછેડા થયા. ત્યાર બાદ ફરી એક વાર લલિત મોદી અને મીનલ નજીક આવ્યાં. બંનેએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ ૧૭ ઓક્ટોબર, ૧૯૯૧ના રોજ લગ્ન કરી લીધાં હતાં, જોકે ૨૦૧૮માં મીનલનું મૃત્યુ થયું હતું.

લલિત મોદીએ જ IPLની શરૂઆત કરી હતી 

૨૦૦૫થી ૨૦૧૦ સુધી લલિત મોદી BCCIના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા હતા. તેણે જ IPLની શરૂઆત કરી હતી, પરંતુ ૨૦૧૦ની IPLમાં ગોટાળાના આરોપમાં તેણે કમિશનર તરીકે રાજીનામું આપી દીધું હતું.મની લોન્ડ્રિંગના આરોપ લાગ્યા બાદ ૨૦૧૦માં લલિત મોદી દેશ છોડીને ભાગી ગયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ