There was a terrible fire in the truck, a stranger said that only a true hero can do it
વાયરલ /
VIDEO : 'રીયલ હીરો', સળગતી ટ્રકને જીવના જોખમે શહેર બહાર લઈ ગયો, વીડિયો જોઈને ધ્રૂજી જશો
Team VTV02:54 PM, 02 Feb 22
| Updated: 03:03 PM, 02 Feb 22
કેરળમાં રસ્તા વચ્ચે ઘાસથી ભરેલી ટ્ર્કમાં અચાનક આગ લાગી અને એક અજાણ્યા શખ્સે આગવી સુઝબુઝથી ટ્રકની આગ હોલવી નાખી.
કેરળની ઘટના, ઘાસથી ભરેલી ટ્રક સળગી ઉઠી
ડ્રાઈવર ફરાર, અજાણ્યો શખ્સ બર્નિંગ ટ્રેકને દૂર લઈ ગયો
આ રીતે અજાણ્યા શખ્સે હજારો લોકોના જીવ બચાવ્યાં
રસ્તા પર ક્યારેક શું થઈ જાય તેની કોઈને ખબર નથી. પરંતુ ક્યારેક મોટી દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ દેવદૂત બનીને ઉતરી પડતો હોય છે અને આ રીતે હજારો લોકો પરનો ખતરો ટળી જતો હોય છે. કેરળમાં આવી જ એક ઘટના બની છે જેમાં ઘાસથી ભરેલી ટ્રક આખેઆખી સળગી ઉઠી હતી અને શહેર વચ્ચે આ ઘટના બની જેને પરિણામે લોકો પર મોટો ખતરો સર્જાયો હતો પરંતુ આવી સ્થિતિની વચ્ચે એક અજાણ્યો યુવાન મદદે આવી પહોંચ્યો અને તેણે જીવના જોખમે આખી ટ્ર્કને બહાર કાઢીને ખુલ્લા મેદાનમાં લઈ ગયો અને આ રીતે આગને હોલવી નાખી જેને કારણે હજારો લોકો પર મોટો ખતરો ટળી ગયો.
રસ્તા વચ્ચે ઘાસ ભરેલી ટ્ર્કમાં આગ લાગી
આ ટ્રક વાયનાડથી ઘાસ લાવી રહી હતી. કોઝિકોડના કોડનચેરી નગરના માર્ગ પર, તેની પાછળના ઘાસમાં આગ લાગી. ટ્રક ચાલકે જોયું, તેને રસ્તાની બાજુએ રોકીને જોવા લાગ્યો પણ આગ વધતી જ રહી. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિ ત્યાં આવ્યો અને મદદ માટે ડ્રાઈવરની સીટ પર બેસી ગયો અને ટ્રકને રસ્તાથી દૂર એક ખાલી ખેતરમાં લઈ ગયો.
જીવન જોખમે ટ્રકને શહેર બહાર કાઢી અને ખુલ્લા મેદાનમાં લઈને જઈને આગ હોલવી નાખી
હા, તેણે ડર્યા વિના જ્વાળાઓમાં લપેટાયેલી આ ટ્રકને ખસેડવાનું શરૂ કર્યું. તેની પાછળનું ઘાસ પડતું રહ્યું, આગ નીચે જતી રહી. બાદમાં ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી હતી. આ વ્યક્તિનું નામ શાહજી વર્ગીસ છે અને તેનો વીડિયો જોયા બાદ લોકોએ લખ્યું કે તે અસલી હીરો છે.