ભજનિક હેમંત ચૌહાણના નામે વાયરલ થયેલા આધારકાર્ડ અને પાનકાર્ડના ગીત મામલે ખુલાસો થયો છે. વાયરલ ગીતને હેમંત ચૌહાણે નહીં પણ અશોક સોલંકીએ ગાયું છે.
આધારકાર્ડ પાનકાર્ડના વાયરલ કટાક્ષ ગીતનો મામલો
હેમંત ચૌહાણનું ગીત ન હોવાનો ખુલાસો
હેમંત ચૌહાણે નહીં પણ અશોક સોલંકીએ ગાયું છે ગીત
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ જાહેર કર્યું છે કે 31 માર્ચ 2023 સુધીમાં કરદાતા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરે તો તેમના પાનકાર્ડને નિષ્કિય કરી દેવામાં આવશે. વિભાગે એમ પણ જણાવ્યું છે કે, પાનકાર્ડને આધાર સાથે જોડવામાં નિષ્ફળ રહેલી વ્યક્તિના પાન નિષ્કિય થઈ જતાં પાનકાર્ડ માટેની તમામ પ્રક્રિયા સ્થિગિત થઈ જશે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. જેથી સરકારના આ નિર્ણય બાદ આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરાવવા માટે તમામ સેન્ટરો પર સવારથી જ લાંબી લાઈનો લાગેલી છે. આ વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક ઓડિયો ગીત વાયરલ થઈ રહ્યું છે.
હેમંત ચૌહાણે ગીત ગાયું હોવાની ઉડી હતી વાત
આધાર અને પાનકાર્ડ પરના વાયરલ ગીતમાં સરકારના નિયમનો કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. આ ગીત વાયરલ થયા બાદ આ ગીત પદ્મશ્રી હેમંત ચૌહાણે ગાયું હોવાની વાત ઉડી હતી. પદ્મશ્રી હેમંત ચૌહાણના પુત્ર મયુરના ફોન પર લોકોના ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા. આખરે આ ગીત કોણે ગાયું તે અંગે હવે સ્પષ્ટતા થઈ છે.
મનોરંજન માટે મેં ગીત ગાયું હતુંઃ અશોક સોલંકી
આ ગીત પદ્મશ્રી હેમંત ચૌહાણ નહીં પણ અશોક સોલંકી નામના વ્યક્તિએ ગાયું છે. અમરેલીના દેવળીયા ગામના અશોક સોલંકીએ વીડિયો સંદેશથી આ અંગે સ્પષ્ટતા કરી છે. અશોક સોલંકીએ જણાવ્યું કે, મનોરંજન માટે મેં આ ગીત ગાયું હતું. વાયરલ ગીત સાથે હેમંત ચૌહાણને સંબંધ નથી