બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / there is a lot of demand for honda shine bike selling 1 crore units became the best selling motorcycle

બેસ્ટ પર્ફોમન્સ / હાથોહાથ વેચાઈ રહી છે 125 ccની આ બાઇક, અત્યાર સુધીમાં 1 કરોડથી વધારે યુનિટનું ધૂમ વેચાણ

Premal

Last Updated: 03:45 PM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા મુજબ Honda Shine બાઈકે ભારતીય માર્કેટમાં 1 કરોડ વેચાણનો આંકડો પાર કર્યો છે. વર્ષ 2006માં લોન્ચ થયેલી આ બાઈકને અત્યાર સુધી 1 કરોડ ગ્રાહકોએ ખરીદી છે. આવો જાણીએ છીએ હોન્ડા Shineની આ સફળતાનુ રાજ શું છે અને કેવુ છે તેનુ પર્ફોમન્સ.

  • Honda Shine બાઈકે ભારતીય માર્કેટમાં 1 કરોડ વેચાણનો આંકડો પાર કર્યો
  • 2006માં લોન્ચ થયેલી આ બાઈકને અત્યાર સુધી 1 કરોડ ગ્રાહકોએ ખરીદી
  • કેમ ગ્રાહકો આ બાઈક ખરીદે છે? કેવુ છે તેનુ પર્ફોમન્સ?

પર્ફોમન્સમાં બેસ્ટ

કંપની મુજબ, 125CC સેગમેન્ટમાં આ પહેલી એવી બાઈક છે, જેને 1 કરોડ ગ્રાહકોએ ખરીદી છે. આ હોન્ડાની 125 સીસી સેગમેન્ટમાં બેસ્ટ સેલિંગ બાઈક છે. આ બાઈકને પર્ફોમન્સ મામલે સારી માનવામાં આવે છે. ખરેખર, આ બાઈકમાં પાવર માટે 123.94 CCનું સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, SI એન્જિન આપવામાં આવ્યું છે. જે 7500 RPM પર 7.9 kwનો મેક્સિમમ પાવર અને 6000 RPM પર 11 Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. જેનુ એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. 

સારી અને સસ્તી બાઈક 

ભારતીય માર્કેટમાં Honda Shine 5 કલર ઓપ્શનમાં આવે છે. જેમાં ડીસન્ટ બ્લૂ મૈટેલિક, મેટ એક્સિસ ગ્રે, જેની ગ્રે મેટેલિક અને રેબલ રેડ મેટેલિક સામેલ છે. આ સાથે હોન્ડા શાઈનની લંબાઈ 2046 મિલીમિટર, પહોળાઈ 737 મિલીમિટર અને ઉંચાઈ 1116 મિલીમીટર છે. જેનો વ્હીલબેસ 1285 મિલીમીટર અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ 162 મિલીમીટર છે. જેના ડ્રમ બેક અને ડિસ્ક બ્રેક બંને વેરિએન્ટનો કર્બ વજન 114 કિલોગ્રામ છે. જેમાં 10.5 લીટરની ક્ષમતાવાળી પેટ્રોલ ટેન્ક આપવામાં આવી છે. 

આટલી કિંમતમાં આવુ પર્ફોમન્સ 

અત્યારે જ્યારે મોટર સાઈકલની કિંમતો આસમાને આંબી રહી છે ત્યારે આ બાઈકની કિંમત સામાન્ય માણસના ખિસ્સા અને જરૂરીયાત પ્રમાણે યોગ્ય માનવામાં આવે છે. ભારતીય માર્કેટમાં તેના ડ્રમ બ્રેક દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 74,943 રૂપિયા છે, જે તેના ડિસ્ક બ્રેક વેરિએન્ટ પર 78,842 રૂપિયા સુધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ