બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / There are so many vacancies for government recruitment in Gujarat, the official figure presented in the Legislative Assembly

ગુજરાત / સરકારી ભરતી માટે આટલી બધી જગ્યાઓ છે ખાલી, વિધાનસભામાં રજૂ થયો સત્તાવાર આંકડો

Vishnu

Last Updated: 06:05 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો છે જેમાંથી 3,46,436 શિક્ષિત છે પણ ભરતી જરૂર કરતાં ઓછા પ્રમાણમાં બહાર પડાઈ છે

  • રાજ્યની જિલ્લા પંચાયતોમાં કર્મચારીઓની અછત 
  • જિલ્લા પંચાયતમાં વર્ગ 1 થી 4ના કર્મીની 55 ટકા ઘટ 
  • 33 જીલ્‍લા પંચાયતોમાં વર્ગ-1ની 341 જગ્યા ભરાઈ

રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. સરકારે પોતાના જવાબમાં વધુ જણાવ્યુ કે બે વર્ષમાં સરકારે માત્ર 1276 બેરોજગારોને જ નોકરી આપી છે. વળી નવાઇની વાત તો એ પણ સામે આવી છે 16 જિલ્લાઓમાં સરકાર દ્વારા એક પણ નોકરી આપવામાં આવી નથી.  સરકારના આ ચોંકાવનારા ખુલાસાએ  10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ ખોટા સાબિત થયા છે તેવો કોંગ્રેસ આરોપ કરી રહી છે. ત્યારે રાજ્યની જિલ્લા પંચાયતોમાં કર્મચારીઓની અછત મુદ્દે વિધાનસભામાં થયેલા પ્રશ્નના જવાબમાં ખુલાસો થયો છે કે જિલ્લા પંચાયતમાં વર્ગ 1 થી 4ના કર્મીની 55 ટકા ઘટ છે.

પંચાયત વિભાગમાં કેટલી જગ્યા ખાલી?
વિધાનસભામાં રાજ્ય સરકારે પંચાયતોમાં કર્મચારીઓની ઘટ અંગે માહિતી આપી છે. જિલ્લા પંચાયતમાં વર્ગ 1 થી 4ના કર્મીની 55 ટકા ઘટ હાલમાં છાલી રહી છે. જેમાં જીલ્લા પંચાયતોમા 143 જગ્યાઓ વર્ગ 1 જગ્યાઓની ખાલી છે. વર્ગ-2ની 355 જગ્યા ભરાઈ, 299 જગ્યાઓ ખાલી, વર્ગ-૩ની 2208 જગ્યા ભરાઈ, 3158 જગ્યાઓ હજુ ખાલી, વર્ગ-4ની 481 જગ્યા ભરાયેલી, 3385 જગ્યાઓ ખાલી છે.  સરકારે સત્તાવાર જવાબમાં ઉપરોક્ત આંકડા રજૂ કર્યા છે.

રાજ્યમાં મામલતદાર સંવર્ગની 73 જગ્‍યાઓ ખાલી

  • 12 જગ્‍યાઓ એક વર્ષ કરતાં વધુ સમયથી જૈસે થે
  • 9 જગ્‍યાઓ 2 વર્ષ કરતાં વધુ સમયથી ખાલીખમ
  • કાયદા વિભાગમાં સામાન્‍ય સંવર્ગની 85 જગ્‍યાઓ ખાલી 
  • કાયદાકીય બાજુની 34 જગ્‍યાઓ ખાલી, ન્‍યાયતંત્ર સંવર્ગની 1 જગ્યા ખાલી

મહેસૂલ વિભાગમાં હજુ પણ 108 જગ્‍યાઓ ખાલી

  • મંજૂર થયેલી 327  જગ્યા સામે 108 જગ્યાઓ કોરી ધાકોર
  • મંજુર જગ્યાની ત્રીજા ભાગની જગ્‍યાઓ ખાલી 
  • ભરાયેલ જગ્‍યાઓ પૈકી 6 જગ્‍યાઓ કરાર આધારીત 
  • 33 જગ્‍યાઓ આઉટસોર્સીંગથી ભરાયેલ 
  • 94 જગ્યા ફીકસ પગારથી ભરાયેલી છે

રાજ્યમાં પશુચિકિત્સા અધિકારી વર્ગ 2 ની 315 જગ્યાઓ ખાલી

  • 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવાનું હતું આયોજન
  • વર્ષ 2023 માં પુર્ણ થાય છે 10 વર્ષીય કેલેન્ડર અવધી 
  • 31 ડિસેમ્બર 2021 ની સ્થિતિ એ 315 જગ્યાઓ ખાલી
  • કોંગ્રેસના ધારાસભ્સના પ્રશ્ન સામે પશુપાલન મંત્રીનો લેખીત જવાબ

ગૃહ વિભાગમાં 18190 ભરતીઓ  કરવાની હજુ સુધી બાકી

ગાંધીનગર વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા બેરોજગારોની સંખ્યા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો,. જેનો સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો છે જેમાંથી 3,46,436 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 17, 876 અર્ધશિક્ષિત બેરોજગારો છે. તે બાદ માર્ગ અને મકાન વિભાગમાં ખાલી જગ્યાને લઈનને થયેલા સવાલના જવાબમાં ખુદ સરકારે સ્વીકાર્યું છે કે માર્ગ અને મકાન વિભાગમાં 50 ટકા પદ ખાલી છે. જેમાં..

  • વર્ગ-1ની 20, વર્ગ-2ની 503 જગ્યાઓ ખાલી
  • વર્ગ-3ની 2 હજાર 882 જગ્યાઓ ખાલી
  • વર્ગ-4ની 571 જગ્યાઓ ખાલી
  • જિલ્લા કચેરીઓમાં 3 હજાર 675 જગ્યાઓ ભરાયેલી જેની સામે 3 હજાર 976 જગ્યાઓ ખાલી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ