બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / The youth beat the woman in public and then forced her into the car

ચકચાર / દિલ્હીમાં મહિલા ક્યારે સુરક્ષિત થશે? ટ્રાફિકની વચ્ચે જ યુવતીને ઢસડીને મારી અને ગાડીમાં નાંખી, વીડિયો થયો વાયરલ

Priyakant

Last Updated: 01:11 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં એક વ્યક્તિએ ફ્લાયઓવર પર એક મહિલાને માર માર્યો અને પછી તેને કારમાં બેસવા માટે દબાણ કર્યું હોવાનું દેખાઈ રહ્યું છે

  • દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ચોંકાવનારો વિડીયો વાયરલ 
  • યુવકે મહિલાને જાહેરમાં માર માર્યો અને પછી બળજબરીથી કારમાં બેસાડી 
  • દિલ્હી પોલીસે વીડિયોમાં દેખાતા વાહન અને ડ્રાઈવરની ઓળખ કરી

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિએ પહેલા એક મહિલાને જાહેરમાં માર માર્યો અને પછી તેને બળજબરીથી કારમાં લઈ ગયો. આ ઘટના દિલ્હીના મંગોલપુરી ફ્લાયઓવરની છે, જ્યાં એક વ્યક્તિએ ફ્લાયઓવર પર એક મહિલાને માર માર્યો અને પછી તેને કારમાં બેસવા માટે દબાણ કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે, કાર ગુરુગ્રામના રતન વિહારની છે. પોલીસે કાર અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ક,  કેવી રીતે એક વ્યક્તિ કારમાં બેઠેલી છોકરીને ખેંચી અને માર મારી રહ્યો છે. આ વીડિયોની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે, આ વીડિયો રાજધાની દિલ્હીના આઉટર જિલ્લાનો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બે છોકરાઓ અને એક છોકરીએ ઉબેર એપ દ્વારા કેબ બુક કરાવી હતી. ઉબેર ટેક્સી રોહિણીથી વિકાસપુરી માટે બુક કરવામાં આવી હતી. 

કોઈ મુદ્દે ઝગડો થયો અને પછી...... 
વિગતો મુજબ ટેક્સી ડ્રાઈવર બંને છોકરાઓ અને એક છોકરીને લઈને વિકાસપુરી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. વિવાદ બાદ જ્યારે યુવતી કારમાંથી નીચે ઉતરવાની કોશિશ કરી રહી હતી ત્યારે ટેક્સીમાં બેઠેલા એક છોકરાએ તેને બળપૂર્વક કારની અંદર ધકેલી દીધી હતી. વીડિયોમાં વાહનની નંબર પ્લેટ સ્પષ્ટ જોઈ શકાય છે. હરિયાણા રજીસ્ટ્રેશન પ્લેટ વાહન પર છે. વીડિયોની નોંધ લેતા દિલ્હી પોલીસે વીડિયોમાં દેખાતા વાહન અને તેના ડ્રાઈવરની ઓળખ કરી લીધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ