બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Yadav family was a victim of an accident while going to America illegally

પરિવાર વિખેરાયો / અમેરિકાની ટ્રમ્પ વૉલથી કૂદવા જતાં કલોલના પરપ્રાંતિય યુવકનું મોત, પુત્ર-પત્ની ગંભીર; લાખોના ખર્ચે ઘૂસણખોરી કરાવે છે એજન્ટો

Malay

Last Updated: 12:38 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં લોકોને ઘૂસણખોરી કરાવવા એજન્ટો સક્રિય થયા છે. મેક્સિકોથી ગેરકાયદેસર અમેરિકા જતા બ્રિજકુમારનો પરિવાર અકસ્માતનો શિકાર બન્યો છે. ઘૂસણખોરી કરતા સમયે બ્રિજકુમારનું દિવાલ પરથી પટકાતા મોત નીપજ્યું છે. જ્યારે તેમની પત્ની અને ત્રણ વર્ષના પુત્રને ગંભીર ઈજા પહોંચી છે.

  • ગેરકાયદેસર અમેરિકા જતા યાદવ પરિવાર અકસ્માતનો શિકાર બન્યો
  • કલોલમાં નોકરી કરતા યુવકનું મોત, પત્ની અને પુત્રને ઈજા પહોચી
  • મેક્સિકો સરહદથી ઘસૂવા જતા 30 ફૂટ ઉંચી દિવાલ પરથી પટકાયા

અઢળક રૂપિયો કમાવાની લ્હાયમાં અમેરિકા જવા માટે લોકો અવનવા પેંતરા અજમાવતા હોય છે. તો અમેરિકા જવા માંગતા લોકો પાસેથી એજન્ટો પણ લાખો રૂપિયા ખંખેરી લેતા હોય છે. ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાની લ્હાયમાં અનેક વખત ઘણા પરિવારો મોતને ભેટ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. 

30 ફૂટ ઊંચી દીવાલ પરથી પટકાતા યુવકનું મોત
મેક્સિકોથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતો યાદવ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. કલોલ GIDCમાં નોકરી કરતા બ્રિજકુમાર યાદવ  પત્ની અને પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યા હતા. આ દરમિયાન ઉત્સાહ સાથે બ્રિજકુમાર તેમની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે 30 ફૂટ ઊંચી દીવાલ ઉપર ચડ્યા હતા. દીવાલ ઉપરથી કોઈ કારણસર બ્રિજકુમાર, તેમની પત્ની અને માસૂમ પુત્ર નીચે પટકાયાં હતાં.

ગાંધીનગર અધિક નિવાસી કલેક્ટર ભરત જોશીનુ નિવેદન
આ મામલે ગાંધીનગર અધિક નિવાસી કલેક્ટર ભરત જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે આ લોકો મૂળ ગુજરાતના નથી. ત્રણ સભ્યો વિદેશ ગયા હતા. કલોલ જીઆઈડીસીમાં કામ કરતા હતા. કોઈ એજન્ટના માધ્યમથી વિદેશ ગયા હતા. આ મામલે વધુ વિગતો પ્રાપ્ત થઈ નથી. 

ડિંગુચાનો પરિવાર બન્યો હતો દુર્ઘટનાનો ભોગ 
આ અગાઉ ડિંગુચાનો પરિવાર પણ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી હતી. આ અંગેની માહિતી તેમણે ભારતના હાઈ કમિશનને આપી હતી. જે બાદ ભારતના હાઈકમિશને જણાવ્યું હતું કે કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) છે. 

બોબી પટેલ ગુજરાતનો સૌથી કુખ્યાત ઈલિગલ ઈમિગ્રેશન એજન્ટ
જે બાદ આ મામલે તપાસ કરતા એવું કારસ્તાન પોલીસને જાણવા મળ્યું છે કે જેણે ઉચ્ચ અધિકારીઓને પણ ચોંકાવી દીધા હતા. પરિવારના મૃત્યુ બાદ પોલીસની તપાસમાં એજન્ટ બોબી પટેલનું નામ સામે આવ્યું હતું. આ કેસ સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના એક ઓફિસરે જણાવ્યું હતું કે,  ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઈલિગલ ઈમિગ્રેશન એજન્ટો પૈકીનો એક છે. તેની પાસે 28 ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પણ છે. તેણે વિગતોમાં સામાન્ય ફેરફાર કરીને દેશના પશ્ચિમ ભાગમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાંથી થોડા થોડા સમયના અંતરે વિવિધ પાસપોર્ટો બનાવડાવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં થયેલા IELTSના પેપર કૌભાંડની તપાસમાં પણ બોબી પટેલનું નામ આવ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવ્યા બાગ બોબી પટેલ વોન્ટેડ હતો. તાજેતરમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ