ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન એશિયાના સૌથી મોટા જહાજવાડા અલંગ શિપબ્રેકીંગ યાર્ડ હાલ મંદીમાં સપડાયો છે.
મંદીમાં સપડાયું શિપબ્રેકીંગ યાર્ડ
૨૦૨૧-૨૦૨૨માં માત્ર ૯૧ જહાજ લાંગર્યા
રાજ્ય સરકરની નીતિઓના કારણે અલંગને વારંવર મંદીના વમળમાં ફસાયુ
એશિયાના સૌથી મોટા જહાજવાડો અલંગ શિપબ્રેકીંગ યાર્ડ હાલ મંદીમાં સપડાયો છે. ગત વર્ષની વાત કરીએ તો ૨૦૨૧-૨૦૨૨માં માત્ર ૯૧ જહાજ લાંગર્યા હતા. અને ગત ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો માત્ર ૯ જહાજો જ લાંગર્યા હતા. મહત્વનું છે કે, અલંગ શિપયાર્ડમાં શિપબ્રેકર અનેક પ્રકારની સુવિધાઓ ઉભી કરીને જીવંત રાખવા મહેનત કરી રહ્યા છે પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકરની નીતિઓના કારણે અલંગને વારંવર મંદીના વમળમાં ફસાવું પડી રહ્યુ છે.
ડિસેમ્બર મહિનામાં માત્ર નવ શિપ અંતિમ સફર ખેડી
વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકીંગ યાર્ડ માટે ૨૦૨૨નું વર્ષ નિરાશા જનક રહ્યું છે. જહાજની આવકમાં વર્ષનો અંતિમ મહિનો પણ સાવ નબળો પૂરવાર થયો હતો. ડિસેમ્બર મહિનામાં માત્ર નવ શિપ અંતિમ સફર ખેડી અલંગના દરિયાકાંઠે ભંગાવા માટે લાંગર્યા હતા. બીજી તરફ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા લેવાતા પ્લોટના ચાર્જમાં પણ ભારે વધારો થતા શિપબ્રેકર લોકોમાં નારાજગી છે તેથી જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન એશિયાના સૌથી મોટા જહાજવાડા અલંગ શિપબ્રેકીંગ યાર્ડ માટે હાલનો સમય મંદીના વમળ વચ્ચે ઘેરાયેલો પસાર થઈ રહ્યો છે.
વધુ જહાજ વિસર્જન માટે આવશે તેવી મીટ
મહત્વનું છે કે અલંગના ઉદ્યોગને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વહેંચાતા જહાજોને કારણે પણ મુશ્કેલી પડી રહી છે. હવે નવા વર્ષમાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડની ગાડી તેજીના પાટા પર ચડશે તેવી આશા સાથે વધુ જહાજો વિસર્જન માટે આવશે તેવી મીટ મંડાઈ રહી છે. અલંગ શિપયાર્ડે ગત વર્ષ મંદીમાં પસાર કર્યું તેનું મુખ્ય કારણ પાડોશી દેશો વચ્ચેની હરિફાઈ અને ડોલર સામે રૂપિયાની નબળી સ્થિતિ ગણવામાં આવે છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં તો અલંગ ઉદ્યોગ સાવ તળિયે પહોંચી ગયો હોય તેવી પરિસ્થીતી ઉભી થઈ હતી. જૂલાઈ અને ઓગષ્ટ મહિનામાં માત્ર ત્રણ-ત્રણ જહાજ ભાંગવા માટે આવ્યા હતા. હવે વર્ષ-૨૦૨૩માં અલંગ શિપયાર્ડમાં તેજીનો તોખાર આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે 2019/20 માં 202 શિપ ભાંગવા આવેલા ત્યારબાદ 2020/21 માં 187 જહાજ અને 2021/22 માં ડિસેમ્બર સુધીમાં 91 જહાજ ભાંગવા આવ્યા છે.