ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / the wife said to the judge, Sir, my husband loves me very much, I want a divorce

દુબઇ / અજીબ કોર્ટ કેસઃ પત્નીએ જજને કહ્યું સાહેબ મારો પતિ બહુ પ્રેમ કરે છે મને તલાક આપો

Published By: Juhi

Last Updated: 03:47 PM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતિ તથા પત્નીના સંબંધોમાં થઇ રહેલા ઝઘડાઓ કે વિવાદોને કારણે કોર્ટમાં તલાક લેવા માટે પહોંચી જાય છે. એટલુ જ નહીં ઘણી વખત તલાક લેવાનુ કારણ એકબીજા સાથે થયેલા નાના વિવાદ પછી જે મતભેદ અને ના મળતો પ્રેમ પણ હોય છે.

ADVERTISEMENT

જોકે તાજેતરમાં જ દુબઇમાં એક એવો કેસ સામે આવ્યો જેમાં પતિ પત્નીના ઝઘડા-લડાઇને કારણે નહી પરંતુ પત્ની પતિના વધારે પડતા પ્રેમ કરવાને કારણે તલાક લેવા માટે પહોંચી, તેનો પતિ તેણે એટલો પ્રેમ કરતો હતો જેને તેણે પસંદ ન હતુ. 

જાણો શું છે મામલો:

તાજેતરમાં UAE માં એક એવો તલાકનો કેસ સામે આવ્યો જેમાં મહિલા પતિ સાથે ઝઘડો ના થવાને કારણે કોર્ટમાં તલાક માંગી રહી છે. ફઝરાહની શરિયા કોર્ટમાં મહિલાએ તલાક લેવા માટેનું કારણે પતિનો સારો સ્વભાવ જણાવ્યો. મહિલાએ કહ્યુ કે, ''જ્યારથી મારા લગ્ન થયા ત્યારથી ક્યારેય પણ ઝઘડો નથી કર્યો ન તો મારી સાથે ઉંચા અવાજથી વાત કરી, તેઓ હંમેશા ઘરના કામમાં મદદ કરે છે, ઘરને ચોખ્ખુ-સ્વચ્છ રાખવા માટે મદદ કરે છે. ઘણી વખત તો પોતે જમવાનું બનાવીને ખવડાવે છે. 

પતિના આટલા પ્રેમથી જિંદગી એક 'જહન્નુમ' બની ગઈ છે. પતિના સ્વભાવને લીધે અમારા વિવાહિત જીવનમાં ક્યારેય કોઈ ઝઘડા થયા નથી. હું એવું ઈચ્છું છું તે એક દિવસ મારી સાથે ઝઘડો તો ઠીક પણ કોઈ વાતને લઈને બોલાચાલી કરી લે, પરંતુ આવું પણ ક્યારેય થતું નથી.રુ ઘર તેમની ગિફ્ટથી ભરાઈ જાય છે. મને એક એવો શોહર જોઈ એ છે કે, જે જિંદગીની સચ્ચાઈને સમજે, દરેક મુશ્કેલ ઘડીમાં વિચાર કરે અને ક્યારેય ઝઘડો પણ કરી લે. તે મારી દરેક વાતો ચુપચાપ માની લે તે મને ગમતું નથી.''

કેસ પાછો લેવાનો કર્યો આગ્રહ:

પતિએ પોતાની પત્નીને કેસ પરત લેવા માટે આગ્રહ કરતા કહ્યુ કે, ''મેં જીવનમાં કેટલીક ભૂલ કરી છે , કારણ કે તે એકદમ સારો પતિ બનવા માગતો હતો, જેથી તેની પત્ની કોઈ ફરિયાદ ન કરે. લગ્નના એક વર્ષમાં કોઇના માટે ધારણા બાંધવી ખોટી વાત છે. એટલુ જ નહી મારી પત્નીએ જ્યારે મારા વધારે વજનની ફરિયાદ કરી હતી તો તેના માટે મેં કસરત અને ડાયટિંગ પણ શરુ કર્યું.''

સંકળાયેલા મુદ્દાઓ

Couple UAE world તલાક Dubai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ