માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર,નો સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થતા લોકો ભારે કૉમેન્સ્ટ આપી વીડિયો શેર કરી રહ્યા છે.
'દિલ તો પાગલ હે'ને યાદ અપાવતો વીડિયો વાયરલ
માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર સાથે ડાન્સ કરતી દેખાઈ
20 વર્ષ અગાઉ 'દિલ તો પાગલ હે' ના નામે એક ફિલ્મ રિલીઝ થઈ હતી. યશ ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. જે ફિલ્મેં ઇતિહાસ રચ્યો હતો અને દર્શકોએ ખૂબ જ વ્હાલ આપ્યો હતો. જેમાં શાહરુખ ખાન, માધુરી અને કરિશ્માની જોડીએ લોકોના દિલ જીતી લીધા હતા હવે આ ફિલ્મને યાદ અપાવતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં કરિશ્મા અને માધુરી ડાન્સ કરી રહી છે અને ચાહકો આ જોઈ ખુશ થઈ ગયા છે. તો અમુક ચાહકોએ 'દિલ તો પાગલ હે 2' ની પણ કોમેન્ટ કરી હતી.
બહુ ઓછા જોવા મળતા કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિતના આવા રૂપનો વીડિયો નિહાળી ચાહકો ગેલમાં આવી ગયા છે. વાયરલ વીડિયોમાં 'બલમ પિચકારી' સોંગ પર માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર સાથે ડાન્સ કરતી નજરે પડે છે. આ અંગેના વાયરલ વીડિયોના કેપ્શનમાં લખાયું છે કે 'NV ફ્રેન્ડશિપનો ડાન્સ'. આ સાથે હેશટેગમાં #dtph, #DancePartner અને #Forever પણ લખ્યું છે. આ વીડિયો મોટાપાયે વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો આવકારી રહ્યા છે.