બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / The video of a moth coming out of the muffins at the Imperial Palace Hotel in Rajkot went viral

બેદરકારી / Video Viral : મફીન્સમાંથી નીકળી જીવાત, રાજકોટની 'વિવાદીત' ઈમ્પિરિયલ પેલેસ હોટલ ફરી વિવાદમાં

Khyati

Last Updated: 05:01 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની વિવાદિત હોટલ ઇમ્પિરિયલ ફરી એકવાર આવી વિવાદમાં, મફીન્સમાં જીવાત નીકળતા ગ્રાહક-મેનેજર વચ્ચેની બબાલનો વીડિયો થયો વાયરલ

  • રાજકોટની ઈમ્પિરિયલ પેલેસ હોટલ વિવાદમાં આવી
  • ઈમ્પિરિયલ પેલેસ હોટલના મફીન્સમાંથી નીકળી જીવાત
  • ગ્રાહકે મફીન્સ પોતાની ભત્રીજીને ખવડાવતા પડી બીમાર

મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલોમાં સ્વચ્છતા તથા ફૂડ ક્વૉલિટીના નામે ગ્રાહકો પાસેથી રીતસરની લૂંટ ચલાવાય છે. તોતિંગ ભાવ ગ્રાહકો પાસેથી વસૂલતા હોય છે ત્યારે હોટલની ફરજ એ પણ બને છે કે ગ્રાહકને પૈસા ખર્ચે તે પ્રમાણેની સર્વિસ પણ આપવામાં આવે. પરંતુ  આવી હોટલોમાં ફૂડ ક્વોલિટીના નામે લોલમલોલ ચાલતુ હોવાનું સામે આવે છે. નામચીન હોટલોમાંથી જીવાત અને ગરોળી નીકળવાની ઘટનાઓ બને છે ત્યારે આવી જ રીતે રાજકોટની એક હોટલ વિવાદમાં આવી..

ઇમ્પિરિયલ પેલેસ હોટ્લના મફીન્સમાં જીવાત

રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટ્લના મફીન્સમાંથી જીવાત નીકળતા વિવાદ થયો. ગ્રાહકે મફીન્સ પોતાની ભત્રીજીને ખવડાવતા તે બીમાર પડી હતી. આ બાબતે ગ્રાહકે રજૂઆત કરતા હોટલના મેનેજર રીતસરના બાખડી પડ્યા. મેનેડર રાહુલ રાઉએ ગ્રાહક સાથે ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કર્યુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે મેનેજર ગ્રાહકના આરોપોને ફગાવી દે છે. તે કહે છે કે આ અમારુ નથી. ગ્રાહક કહી રહ્યો છે કે કાર્ડ પેમેન્ટ કર્યુ છે, બિલ છે તેમ છતાં મેનેજર માનવા તૈયાર નથી.

 

હોટલ મેનેજર-માલિક સામે થશે કાર્યવાહી  ?

આ વીડિયોમાં મફીન્સમાં જીવાત હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે તેમ છતાં મેનેજર આ બાબત સ્વીકારવા કરવા તૈયાર થતો નથી. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું આ રીતે જ આ હોટલમાં જીવાત વાળુ ભોજન પીરસાતુ હશે. શું આ રીતે જ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા હશે..અત્યાર સુધી કેટલાક લોકોએ આ હોટલમાં આરોગ્યુ હશે તેનું શું ? હોટલમાં પીરસાતુ ભોજન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત છે તેની ખાતરી શું ? એક તો પૈસા આપવાના અને પાછી તબિયત પણ ખરાબ કરવાની ? ક્યારે થશે હોટલના મેનેજર અને માલિક વિરુદ્ધ કાર્યવાહી ?  રાજકોટ મનપા દ્વારા આવી હોટલો સામે ક્યારે કરાશે કડક કાર્યવાહી તે જોવુ રહ્યું. ઉલ્લેખનીય છે કે આ હોટલ અગાઉ હોટલમાં અશ્લિીલ ડાન્સનો વીડિયો સામે આવતા વિવાદમાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ