કિડની માનવ શરીરનું અતિ મહત્વનું અંગ છે. જેનું રક્ષણ કરવું અતિ આવશ્યક હોય છે આવી સ્થિતિ વચ્ચે યુરીક એસિડ કિડની માટે ઝેર સમાન છે. જેની સામે સાવચેતું રાખવી જરૂરી બની છે. યુરિક એસિડ શરીરમાં એક પ્રકારની ગંદકીની માફક જમા થાય છે. જેના વધતા વ્યાપને પગલે બનતા પડને લઈને કિડનીમાં સડો પણ અમુક સંજોગો બાદ બેસવા લાગે છે.
પ્યુરિનથી ભરપૂર ખોરાક શરીરમાં યુરીક એસિડને વધારે
હાઈ યુરી ક એસિડ હાડકાઓને અંદરથી ખોખલા કરી નાખે છે. એટલું જ નહીં ડાયાબિટીસ સહિતની ભયંકર બીમારીઓને પણ આમંત્રણ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે ડાયટમાં બદલાવ કરવો જરૂરી છે. અગાઉથી જ યુરીક એસિડની સમસ્યા હોય તો અમુક વસ્તુઓ ખાવાની ટાળવું જોઈએ.પ્યુરિનથી ભરપૂર ખોરાક શરીરમાં યુરીક એસિડને વધારે છે, આથી પ્યુરિનયુક્ત વસ્તુનું સેવન મર્યાદિત કરવું જોઈએ.
યુરીક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દારૂનું સેવન ટાળવું
મહત્વનું છે કે મીઠી વસ્તુઓથી શરીરમાં પ્યુરીનની માત્રામાં વધારો થાય છે. જેને પગલે યુરીક એસિડની સમસ્યા પેદા થતી હોવાથી મીઠાઈ મર્યાદિત ખાવી જોઈએ. અગાઉથી જ યુરીક એસિડની સમસ્યાથી પીડાતા લોકોએ મીઠી વસ્તુનું સેવન ટાળવું જોઈએ.આ ઉપરાંત નોનવેજ ફૂડ્સમાં પણ પ્યુરીનની માત્રા હોય છે. જેથી નોનવેજનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તે જ રીતે યુરીક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દારૂનું સેવન ટાળવું જોઈએ. દારૂ શરીરને ડિહાઇડ્રેટ કરતો હોવાથી લીવર સહિતની સમસ્યા ઊભી થાય છે.