નવતર પ્રયોગ /
હવે આ દેશમાં વિજળી બનાવવા કરાશે કચરાનો ઉપયોગ, 2024 સુધીમાં યોજના થશે શરૂ
Team VTV03:21 PM, 05 Nov 21
| Updated: 03:46 PM, 05 Nov 21
સંયુક્ત અરબ અમિરાતમાં કચરાની સમસ્યા વધી રહી છે. જેથી તેઓ ટૂંક સમયમાં હવે કચરામાંથી વિજળી પેદા કરવાના છે.જેમા 2024 સુધીમાં તેઓ હવે કચરામાંથી વિજળી ઉત્પન્ન કરશે .
યુએઈ હવે કચરામાંથી વિજળી ઉત્પન્ન કરશે
2024 સુધીમાં યોજનાની થશે શરૂઆત
દુબઈમાં સૌથી પહેલા કચરામાંથી વિજળી બનાવાશે
સંયુક્ત અરબ અમીરાતને પણ કચરાનો પહાડ અને વીજળીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે યુએઈના અધિકારીઓ એવી યોજના પર કામ કરી રહ્યા છે કે જેના દ્વારા કચરાથી વીજળી પેદા કરી શકાય. હાલ યુએઈ દ્વારા વીજળી પેદા કરવાના અલગ અલગ રસ્તાઓ અપનાવામાં આવી રહ્યા છે, જેમા હવે તેમણે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાની યોજના બનાવી છે. જેથી ગેસ દ્વારા વીજળીની નિર્ભરતા પણ હવે ઓછી થશે.
3 લાખ ટન કચરામાંથી 28 હજાર ઘરને મળશે વીજળી
હવે યુએઈ 3 લાખ ટન કચરાનો નિકાલ કરશે જેના દ્વારા 28 હજાર ઘરને વીજળી મળી શકશે. દુબઈ એક પહેલું એવું શહેર હશે કે જ્યા 2024 સુધીમાં કચરામાંથી વિજળી ઉત્તપન્ન થશે. સાથે વર્ષે તે 1.9 મિલિયન ટન કચરાનો નિકાલ પણ લાવશે. સાથેજ અબુધાબી જેવા શહેરો માટે પણ આ યોજના ઘણી મહત્વ પૂર્ણ રહેવાની છે.
દુબઈમાં 6 સ્થળોએ કચરાનો ઢગલો
યુએઈની કુલ જન સંખ્યા 1 કરોડ છે. જ્યારે ગત ત્રણ વર્ષની સરખામણીએ 5 ગણી વદી ગઈ છે. યુએઈ સૌથી વધારે વિજળીનો ઉપયોગ કરે છે. જોકે ત્યા કચરાની સમસ્યા પણ મોટા પ્રમાણ છે. જેથી હવે તેમણે કચરા માંથીજ વિજળી પેદા કરવાનું શરૂ કરી દીધું છે. માત્ર દુબઈની વાત કરીએ તો દુબઈમાં પણ 6 એવા સ્થળો આવેલા છે. જ્યા કચરાના મોટા ઢગલા પડ્યા છે જેમા આ કચરાના ઢગલાએ 400 એકડ જમીનને ગજું રોકી રાખી છે.
90 ટકા વિજળી અહીયા ગેસથી ઉત્પન્ન થાય છે
ઉલ્લેખનીય છે કે જો યએઈ દ્વારા કચરાના નિકાલની સમસ્યા ન દૂર કરવામાં આવી તો 2041 સુધીમાં યુએઈમાં 58 લાખ વર્ગ મીટર ક્ષેત્રમાં આ કચરો ફેલાઈ જશે. બીજી એક ગંભીર સમસ્યા એ છે કે અહીયાના લોકો ગેસ પર નિર્ભર છે. 90 ટકા વિજળી અહીયા ગેસ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે.