બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / The truck rammed the SP leader's car and dragged it for 500 meters

ઉત્તરપ્રદેશ / ખૌફનાક ઘટના! સપા નેતાની ગાડીને ટક્કર મારીને 500 મીટર સુધી ઘસડી ગયો ટ્રક, VIDEO જોઈ કંપારી છૂટી જશે

Priyakant

Last Updated: 08:57 AM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ઓફિસથી તેમના નિવાસસ્થાને કારમાં જતાં હતા ત્યારે એક બેફામ ટ્રક ચાલકે તેમણે અડફેટે લીધા,  સપાના જિલ્લા પ્રમુખ માંડ બચ્યાં તો સ્થાનિકોએ ટ્રક ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો

  • ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના જિલ્લા પ્રમુખની કારને નડ્યો અકસ્માત 
  • ટ્રક ચાલક સપા જિલ્લા પ્રમુખની કારને ટક્કર મારી 500 મીટર સુધી ખેંચી ગયો 
  • સપાના જિલ્લા પ્રમુખ માંડ બચ્યાં તો સ્થાનિકોએ ટ્રક ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ સમાજવાદી પાર્ટીના કાર્યાલયથી તેમના ઘર તરફ જઈ રહેલા પાર્ટી જિલ્લા અધ્યક્ષના વાહનને ટ્રકે વારંવાર  ટક્કર મારી હતી. ત્યારપછી કારને કેટલાય મીટર સુધી ખેંચીને લઈ ગયો. આ તરફ સ્થાનિક લોકોની તકેદારીના કારણે એસપી જિલ્લા પ્રમુખને વાહનમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ ટ્રક ચાલકને સ્થળ પરથી પકડીને પોલીસને હવાલે કર્યા હતા. એસપી જિલ્લા પ્રમુખ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કેવી રીતે બની સમગ્ર ઘટના ? 

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ યાદવ તેમની વિટારા બ્રિજા કારમાં ઓફિસથી કરહાલ રોડ પરના તેમના નિવાસસ્થાને જઈ રહ્યા હતા. આ દરમ્યાન જેવા તે શહેરના માધવ ગેસ્ટ હાઉસની સામે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલી એક ટ્રકે સપા જિલ્લા અધ્યક્ષની કારને ટક્કર મારી દીધી. જિલ્લા પ્રમુખે પાછળ જોયું ત્યાં સુધીમાં ટ્રક ચાલકે તેમને ફરીથી ટક્કર મારી હતી અને કારને 500 મીટર સુધી કરહાલ ચોકડી તરફ લઈ ગયો હતો. 

આ દરમ્યાન બાઇક સવારોએ ટ્રકને રોકવાનો પ્રયાસ કરતી વખતે ટ્રકની આગળ કાર મૂકીને વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ચાલકે તેમના ઉપર પણ ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સદનસીબે બચી ગયા હતા. જે બાદમાં સ્થાનિક લોકોએ પીછો કરીને ટ્રકને અટકાવી અને જિલ્લા પ્રમુખને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા.

સ્થાનિકોએ ટ્રક ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો

લોકોએ સ્થળ પરથી ટ્રક ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પ્રમુખે તેને હત્યાનું કાવતરું ગણાવ્યું છે. સમગ્ર મામલાને લઈને સીઓ સિટી વિજયપાલ સિંહે જણાવ્યું કે, એસપી જિલ્લા પ્રમુખની કારને ટ્રકે ઘણી વખત ટક્કર મારી હતી, જેમાં તેઓ બચી ગયા હતા. તેમના દ્વારા જે પણ ફરિયાદ આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ડ્રાઈવર વિનય યાદવ ચૌબિયા ઈટાવાનો રહેવાસી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ