બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / The time for reconciliation is over, now there is no question of retreat, find out which leader said so.

રાજકારણ / સમાધાનનો સમય' પૂરો થઈ ગયો, હવે પીછે હટનો તો સવાલ જ ઉભો નથી થતો, જાણો કયા નેતાએ કહ્યું આવું

ParthB

Last Updated: 07:08 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ફરી એકવાર સ્પષ્ટ કર્યુ છે  કે, તેઓ કોંગ્રેસમાં રહેશે નહીં અને ટૂંક સમયમાં પોતાની પાર્ટી બનાવશે.

  • કેપ્ટન અમરિંદર સિંહે સોનીયા ગાંધીનો આભાર માન્યો 
  • કોંગ્રેસ સાથે પડદા પાછળની વાતચીત અહેવાલો ખોટા છે 
  • કેપ્ટને કહ્યું કે, હું ટૂંક સમયમાં મારી પાર્ટીની જાહેરાત કરીશ 


કેપ્ટન અમરિંદર સિંહે સોનીયા ગાંધીનો આભાર માન્યો 

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ફરી એકવાર સ્પષ્ટ કર્યુ છે  કે, તેઓ કોંગ્રેસમાં રહેશે નહીં અને ટૂંક સમયમાં પોતાની પાર્ટી બનાવશે. કોંગ્રેસ સાથે પડદા પાછળની વાતચીતના અહેવાલોને નકારી કાઢતાં કેપ્ટને કહ્યું કે, સમય વીતી ગયો છે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીનો તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કરતા કેપ્ટને કહ્યું કે તેઓ હવે કોંગ્રેસમાં રહી શકશે નહીં.

કોંગ્રેસ સાથે પડદા પાછળની વાતચીત અહેવાલો ખોટા છે 

કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વિટર પર પૂર્વ મુખ્યમંત્રીનું નિવેદન જાહેર કર્યું. જેમાં કેપ્ટને કહ્યું કે, કોંગ્રેસ સાથે પડદા પાછળની વાતચીતના અહેવાલો ખોટા છે. સમાધાનનો સમય પૂરો થઈ ગયો છે. હું સોનિયા ગાંધીનો તેમના સહકાર માટે આભારી છું,પરંતુ હવે હું કોંગ્રેસમાં નહીં રહીશ.” તમને જણાવી દઈએ કે, પોતાની પાર્ટી બનાવવાની જાહેરાત કરનાર કેપ્ટને હજુ સુધી કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું નથી.

કેપ્ટને કહ્યું કે, હું ટૂંક સમયમાં મારી પાર્ટીની જાહેરાત કરીશ 

કેપ્ટને વધુમાં કહ્યું, "હું ટૂંક સમયમાં મારી પાર્ટીની જાહેરાત કરીશ અને ખેડૂતોના મુદ્દાને ઉકેલ્યા પછી, હું ભાજપ અને અકાલી દળના વિભાજિત જૂથો સાથે બેઠકોની વહેંચણી પર સમજૂતી કરીશ. હું પંજાબ અને તેના ખેડૂતોના હિતમાં એક મજબૂત સામૂહિક દળનું નિર્માણ કરવા માંગુ છું." નવજોત સિંહ સિદ્ધુ સાથે લાંબા સમય સુધી સંઘર્ષ બાદ કોંગ્રેસમાં અપમાનિત થયેલા કેપ્ટને તાજેતરમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ