બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / The team suffered a crushing defeat due to these 3 decisions of Virat

સ્પોર્ટ્સ / કોહલીની જીદ ભારતને પડી ભારે, વિરાટના આ 3 નિર્ણયના કારણે ટીમે સહન કરવી પડી કારમી હાર

Kinjari

Last Updated: 10:57 AM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરો યા મરોની સ્થિતિ હતી પરંતુ કોહલીની જીદ ટીમ ઇન્ડિયા પર ભારે પડી ગઇ. તેનો એક પણ નિર્ણય ભારતને જીત ન અપાવી શક્યો.

  • વિરાટના 3 નિર્ણય ટીમ ઇન્ડિયાને પડ્યા ભારે
  • કોહલીની જીદે ટીમ ઇન્ડિયાને હાર અપાવી!
  • ઓપનર તરીકે રોહીતને કર્યો નજર અંદાજ

કામ ન લાગ્યો નિર્ણય
ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે સૂર્યકુમાર યાદવની જગ્યાએ ઈશાન કિશનને પ્લેઈંગ-11માં તક આપવામાં આવી હતી અને ટોસ સમયે કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે ઈશાન ટોપ ઓર્ડરમાં રમશે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે 3 T20 ઈન્ટરનેશનલ રમી ચૂકેલા બિનઅનુભવી ઈશાન સાથે ઈનિંગની શરૂઆત કરવાનું જોખમ વિરાટે શા માટે લીધું? તે પણ જ્યારે ઈશાનને નવા બોલ સાથે ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉદી જેવા સ્વિંગ બોલરોનો સામનો કરવો પડ્યો હતો. 

રોહીતને ઓપનર તરીકે નજર અંદાજ કર્યો
વિરાટનો બીજો ચોંકાવનારો નિર્ણય રોહિત શર્માને ઓપનર તરીકે નજરઅંદાજ કરવાનો હતો. કરો અથવા મરો મેચમાં, રોહિતના બેટિંગ ક્રમમાં ફેરફાર કરીને ટોચના ક્રમમાં ઇશાન કિશનને રાખવામાં આવ્યો હતો. તે ત્રીજા નંબરે રમવા આવ્યો હતો અને તે પણ ઈશ સોઢીની બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં સસ્તામાં આઉટ થઈ ગયો હતો. રોહિતે 14 બોલમાં 14 રન બનાવ્યા હતા. આનાથી ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર પર વધુ દબાણ આવ્યું. ઓપનર તરીકે રોહિતનો રેકોર્ડ શાનદાર છે. તેણે 113 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાંથી 80માં ઓપનિંગ કરી છે અને તેમાં 2404 રન બનાવ્યા છે. ઇનિંગ્સની શરૂઆત કરતા રોહિતે T20માં 4 સદી પણ ફટકારી છે. આવી સ્થિતિમાં વિરાટનો આ નિર્ણય પણ સમજની બહાર હતો.

રોહીતની જગ્યાએ રાહુલ
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કેએલ રાહુલે ટોપ ઓર્ડરમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે રોહિત શર્માને ત્રીજા નંબરે બેટિંગ કરવી પડી હતી. રાહુલને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાનો સારો અનુભવ છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ બંનેમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી છે અને મિડલ ઓર્ડરમાં રમતી વખતે તેનો શાનદાર રેકોર્ડ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ