બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / The story of a husband living with three wives went viral he said I dont do any work

OMG! / ભારે કરી: ત્રણ-ત્રણ પત્નીઓ સાથે રહેતા પતિની સ્ટોરી થઈ વાયરલ, કહ્યું હું કોઈ કામ જ નથી કરતો

Arohi

Last Updated: 05:40 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક શખ્સ પોતાની ત્રણ પત્નીઓની સાથે રહે છે. શખ્સે એક રિયાલિટી શોમાં પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા. શખ્સે કહ્યું કે તે કોઈ કામ નથી કરી રહ્યો. તેની ત્રણ વાઈફ જ નોકરી કરે છે. આ શખ્સે પોતાની રોમેન્ટિક લાઈફ વિશે પણ રસપ્રદ વાતો શેર કરી.

  • ત્રણ પત્નીઓ સાથે રહે છે આ પતિ 
  • કહ્યું હું કોઈ કામ જ નથી કરતો
  • કહ્યું મારી ત્રણ વાઈફ જ કરે છે નોકરી 

એક શખ્સ પોતાના અનોખા રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. આ શખ્સ એક જ ઘરમાં પોતાની 3 પત્નીઓની સાથે રહે છે. શખ્સનું કહેવું છે કે તે કોઈ કામ નથી કરતો તેની ત્રણ પત્નીઓ જ જોબ કરે છે. હાલમાં જ આ શખ્સે ત્રણ પત્નીઓ સાથે પોતાના રિલેશનશિપને લઈને ટીવી શોમાં ઘણી ચોકાવનારી વાતો જણાવી. 

શખ્સે શો વખતે કહ્યું- હું શતરંજના રાજાની જેમ છું. આ કારણે વધારે આમ તેમ મૂવ નથી કરતો. મારી પત્નીઓ ક્વીનની જેમ છે. તે ઘર ચલાવે છે. 

રિયાલિટી શોમાં શખ્સે કરી આ વાત 
39 વર્ષના નિક ડેવિસ TLCના રિયાલિટી શો Seeking Sister Wifeમાં પોતાની ત્રણ પત્નીઓ અપ્રેલ , જેનિફર અને ડેનિયલની સાથે જોવા મળ્યો. નિકની ત્રણ જ પત્નીઓ ફૂલટાઈમ જોબ કરે છે. નિકે કહ્યું- અપ્રેલ મારી પહેલી પત્ની છે. અમારા બંન્નેની મુલાકાત યુનિવર્સિટીમાં થઈ. ત્યાર બાદ અમે બંન્ને જ એક બીજાને દિલ લઈ બેઠા. અમે બંન્ને 15 વર્ષથી સાથે છીએ. 

10 વર્ષ પહેલા થઈ જેનિફરની એન્ટ્રી 
નિક અને એપ્રિલના જીવનમાં લગભગ 10 વર્ષ પહેલા જેનિફરની એન્ટ્રી થઈ. એપ્રિલ અને જેનિફરની મુલાકાત કામ કરતા થઈ. એપ્રિલ મેનેજરની રીતે કામ કરી રહી હતી. ત્યાં જ જેનિફર આઈટી કંપનીમાં મેનેજર હતી. 

અપ્રેલે જણાવ્યું કે જેમ તેમણે જેનિફર મળી, તેને સંપૂર્ણ આશા હતી કે તે નિકને પણ પસંદ આવશે. જેનિફરની ઉંમર ત્યારે 19 વર્ષ હતી. પછી આ ત્રણેયના જીવનમાં પહેલા જ વર્ષ 22 વર્ષની ડેનિયલની એન્ટ્રી થઈ. ડેનિયલે નિકના લગ્ન કર્યા. ડેનિયલના લગ્નના પહેલા જેનિફરે ગયા વર્ષે જૂનમાં વેરા નામની બાળકીને જન્મ આપ્યો હતો. 

ત્રણેયની સાથે જ રહે છે નિક 
રિયાલિટી શો વખતે નિકે કહ્યું- રાત્રે હું આ બંન્નેની સાથે જ સુવુ છું. મારે જ્યારે રોમાંસ કરવાનું મન થયા છે ત્યારે કરૂ છું. હું ત્રણેય પત્નીઓનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરૂ છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ