બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / The Secretariat Employees Federation presented a five-day strike to the CM
Dinesh
Last Updated: 09:12 PM, 4 February 2024
ADVERTISEMENT
સરકારી કચેરીમાં કામના કલાકો કેટલા હોવા જોઈએ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કેમકે સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીક કામ કરવાની રજૂઆત કરી છે. સચિવાલય કર્મચારી ફેડરેશને સીએમને રજૂઆત કરી છે. સાથે 19 પડતર પ્રશ્નો પણ રજૂ કર્યા છે. અને જો માગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. દેશના અમુક રાજ્યો જેમકે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ અને છત્તીસગઢમાં ફાઈવ ડે વીકનો નિયમ લાગૂ છે. ત્યારે ગુજરાતમાં પણ એ મુજબ અઠવાડિયામાં બે દિવસ રજા મળે તેવી માગ થઈ રહી છે. જેની પાછળ કારણ અપાયું છે કે કર્મચારીઓ અને અધિકારીઓની માનસિક તંદુરસ્તી સારી રહેશે. પરિવાર સાથે સમય વિતાવી શકાશે. ત્યારે હાલ જે રીતે સચિવાલયમાં કામ થઈ રહ્યું છે અને જેટલી જાહેર રજાઓ અને વૈકલ્પિક રજાઓ મળી રહી છે તેમ છતાં ફાઈવ ડે વીકની જરૂર છે ખરી? જો આ મુજબ રજા મળશે તો વાસ્તવમાં કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે કે નહીં
ADVERTISEMENT
રજા લેવાનું કલ્ચર
ભારતમાં મોટેભાગે ઓફિસમાંથી એક દિવસ રજા લેવાનું કલ્ચર છે. પરંતુ જર્મનીએ હાલમાં જ 1 ફેબ્રુઆરીથી ફોર ડે વિકની જાહેરાત કરી છે. પોતાની અર્થવ્યવસ્થામાં સુધાર લાવવા માટે જર્મની સરકારે આ પગલા લીધા છે. માટે જર્મનીમાં અઠવાડિયામાં લોકો ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ રજાના રહેશે. જોકે આ વ્યવસ્થા એક ટ્રાયલની રીતે છે જે માત્ર 6 મહિના સુધી જ ચાલશે. આ પ્રયોગ કરવાનો હેતુ એ જાણવાનો છે કે શું આમ કરવાથી કર્મચારીઓ વધુ ખુશ રહીને કામ કરે છે અને સ્વસ્થ રહે છે. તેમજ કેટલા પ્રોડક્ટિવ રહે છે.
ફાઈવ ડે વિક કલ્ચરની શરૂઆત
હવે આપને જણાવી દઈએ કે અમેરિકાના હેનરી ફોર્ડે ફાઈવ ડે વિક કલ્ચરની શરૂઆત કરી હતી. ફોર્ડ કંપનીના સંસ્થાપક હેનરી ફોર્ડનું માનવું હતું કે અઠવાડિયામાં 5 દિવસ કામ કરીને બાકીના 2 દિવસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહેશે તો કર્મચારીઓની કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. શરૂઆતમાં લોકોએ હેનરી ફોર્ડની ટીકા કરી, પરંતુ 1926માં હેનરી ફોર્ડે આ નિયમ લાગૂ કર્યો અને પરિણામ એવું આવ્યું કે કંપનીનું ઉત્પાદન વધવા લાગ્યું. તેમની પ્રોડક્ટ બજારમાં વધુ વેચાવા પણ લાગી હતી. એક પત્રિકાને ઈન્ટરવ્યૂ આપતા ફોર્ડે કહ્યું કે લોકોને સુખમય જીવન જીવવા માટે એક દિવસ કરતા વધુ દિવસ આપવાની જરૂર હોય છે. અને જો લોકો બે દિવસ રજા લેશે તો બજારમાંથી પોતાના સુખ માટેની વસ્તુઓ ખરીદવા માટે પણ સમય ફાળવી શકશે. જેથી અલગ અલગ પ્રોડક્ટની ખરીદી પણ વધશે. જે કંપનીના વેચાણને વધારશે. હેનરી ફોર્ડના આ પ્રયાસે દુનિયાભરની કંપનીઓને પણ પ્રોત્સાહન આપ્યું હતું.
સ્ફૂર્તિ સાથે કામ કરી શકે
આજે અલગ અલગ દેશોમાં સપ્તાહમાં કામ કરવાના કલાક પર નજર કરીએ તો. જાપાનમાં લોકો શરદી, તાવ કે નાની મોટી બીમારી પણ કામ કરવાનું પસંદ કરે છે છતાં, જાપાન સરકારે 4 ડે વીકની જાહેરાત કરી છે. આ સાથે અલગ અલગ દેશોમાં કામ કરવાના કલાક અલગ અલગ છે. જાપાનમાં એક અભ્યાસ મુજબ એવું પણ ધ્યાનમાં આવ્યું છેકે ફોર ડે વિક કામ કરવાથી તેમની સીક લીવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી કર્મચારીઓ જ્યારે કામ કરે ત્યારે સ્ફૂર્તિ સાથે કામ કરી શકે છે.
ઉત્પાદન વધે અને કર્મચારીઓ પણ સ્વસ્થ રહે
કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આજ કલ્ચર હજી ઘણી કંપનીઓ અપનાવી રહી છે. જે લોકો ઓફિસ આવવા નથી ઈચ્છતા તેઓ ઘરે રહીને કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. આજે દુનિયાભરમાં કંપનીઓ પોતાના અલગ અલગ નિયમ કાયદાઓ મુજબ કામ કરે છે. જેમાંથી ઘણી કંપનીઓ અઠવાડિયામાં કામના કલાક વધારવા કે ઘટાડવા પર પ્રયોગ પણ કરે છે. હેતુ ફક્ત એ હોય છેકે ઉત્પાદન વધે અને કર્મચારીઓ પણ સ્વસ્થ રહે.
વાંચવા જેવું: '..અડધા તો ભાજપમાં આવી ગયા', અલ્પેશ ઠાકોરનું નિવેદન ફરી ચર્ચામાં, સમાજના નેતાઓને શાબ્દિક ટાંકણી મારી
વિશ્વમાં કામના કલાકો
વેનુઆતુ= 24 કલાક/ સપ્તાહ
કિરિબાતી= 27 કલાક/ સપ્તાહ
નેધરલેન્ડ= 29 કલાક/ સપ્તાહ
જર્મની= 30 કલાક/સપ્તાહ
ફ્રાંસ= 30 કલાક /સપ્તાહ
ડેન્માર્ક= 30 કલાક/સપ્તાહ
જાપાન= 33 કલાક/સપ્તાહ
ચીન= 42 કલાક/સપ્તાહ
સિંગાપુર= 45 કલાક / સપ્તાહ
બાંગ્લાદેશ= 48 કલાક / સપ્તાહ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.