બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The robbers, disguised as bus passengers, opened fire for robbery

લૂંટ / ભરૂચમાં બસ મુસાફરોના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ કર્યું ફાયરિંગ, આંગડિયા પેઢીના કર્મીને લૂંટવાના પ્રયાસમાં એક મુસાફરને ઈજા

Kiran

Last Updated: 11:17 AM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચ નજીક આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના સામે આવી,લૂંટારૂઓએ ફાયરિંગ કરતા 1 મુસાફરને ઇજા

  • આંગડિયા પેઢીના કર્મીને લૂંટવાનો પ્રયાસ
  • લૂંટારૂઓએ ફાયરિંગ કરતા 1 મુસાફરને ઇજા
  • ફાયરિંગ બાદ લૂંટારૂઓ કારમાં થયા ફરાર

ભરૂચ નજીક આંગડિયા પેઢીના કર્મી સાથે લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીનો કર્મચારી રોજ બસમાં સવાર જાય છે તેવી લૂંટારૂઓને જાણ થતા 2થી 3 લૂંટારૂઓ બસમા સવાર ગયા હતા. જ્યારે કારમાં સવાર અન્ય લૂંટારૂઓ થઈ બસની પાછળ આવી રહ્યા હતા. જે બાદ કાર ચાલકે આગળ જતા બસેને રોકી લૂંટ ચલાવી હતી જેમાં બસમાં સવાર એક મુસાફરને ઈજા થતા બસમાં અન્ય મુસાફરોએ ચિચિયારીઓ કરતા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.

આંગડિયા પેઢીના કર્મીને લૂંટવાનો પ્રયાસ

ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સ્વર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ કરાતા બસમાં સવાર મુસાફરોમાં ડર ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે. જો કે ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ  હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે.

મુસાફરો સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ ચલાવી લૂંટ

ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પર આવતા આજે આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. નેશનલ હાઇવે ૪૮ ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની અર્ટિગા કારે બસને ઉભી રાખી હતી. લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લિનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓને લોટવાનો પ્રયાસ કર્યો હતો. 

લૂંટારૂઓએ ફાયરિંગ કરતા 1 મુસાફરને ઇજા

ભાવનગરના મુસાફર અનિલ ડાંગર લૂંટારુઓ સામે પડી બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલ ઈજાગ્રસ્ત થયા હતા તો લોકોએ ચિચિયારીઓ મચાવતા લૂંટારુઓ ભાંગી ગયા હતા જો કે સમગ્ર મામલે પોલીસમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ