the prices of two wheelers may reduce after budget
શક્યતા /
બાઈક-સ્કૂટી લેવાનું વિચારતા હોવ તો બજેટ પહેલા જાણી લેજો આ સમાચાર
Team VTV10:33 AM, 19 Jan 22
| Updated: 11:18 AM, 19 Jan 22
ઓટો સેક્ટરની ટુ વ્હિલર ઇન્સ્ટ્રીને બજેટને લઇને સેવી આશા. FADAએ નાણા મંત્રાલયને દ્વિચક્રી વાહનો પર GST દર 18 ટકા કરવા વિનંતી કરી છે.
ટુવ્હિલર પર GSTદર ઘટાડાની માગ
FADAએ નાણા મંત્રાલયને કરી છે વિનંતી
GSTદર 18 ટકા કરવાની માગ
જો તમે બાઇક કે સ્કૂટી લેવાનું વિચારી રહ્યા હોવ તો હમણાં માંડી વાળજો, કારણ કે ટુ વ્હિલરના ભાવમાં ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. આ માટે તમારે ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે. કારણ કે બજેટ 2022 બાદ ટુ વ્હિલરની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. ઓટોમોબાઇલ ડીલરોનું સંગઠન FADAએ વાહનો પર જીએસટી દર ઘટાડીને 18 ટકા કરવાની માગ કરી છે. જો સરકાર આ માગ સ્વીકારે તો ટુવ્હિલરના ભાવ ઘટી શકે છે.
વેચાણ વધારવા જીએસટી દર ઘટાડવાની માગ
ઓટો ડીલર્સ ઓર્ગેનાઈઝેશન FADAએ ટુ વ્હીલર પર GST દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરી છે, તેની પાછળનો ઉદ્દેશ્ય એજ છે કે કિંમત ઘટે અને માગમાં વધારો થાય જેથી વેચાણ પણ વધી શકે. FADAએ કહ્યું કે ટુ-વ્હીલર એ લક્ઝરી પ્રોડક્ટ નથી. આથી જીએસટીના દરમાં ઘટાડો કરવાની જરૂર છે. FADA દાવો કરે છે કે તે દેશમાં 15,000 થી વધુ ઓટોમોબાઈલ ડીલરોનું પ્રતિનિધિત્વ કરે છે, તેની પાસે હાલમાં 26,500 ડીલરશીપ છે.
શું છે FADAની માંગ
એક પ્રકાશિત અહેવાલ મુજબ FADAએ જણાવ્યું હતું કે ટુ વ્હીલરનો ઉપયોગ લક્ઝરી આઇટમ તરીકે થતો નથી, પરંતુ તેનો ઉપયોગ સામાન્ય લોકો રોજિંદા કામ અને આજીવિકા માટે કરે છે .તેથી 28% જીએસટી સાથે 2 ટકા ઉપકર જે વૈભવી ઉત્પાદનો પર લાદવામાં આવે છે તે કર ટુ વ્હીલર પર વસૂલવો વ્યાજબી નથી. FADAનું કહેવું છે કે જો આમ થશે, દ્રિચક્રી વાહનોની માગમાં વધારો થશે અને ઉદ્યોગ સંકટમાંથી બહાર આવશે.
હવે બજેટ રજૂ થાય તેની રાહ
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાંણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. જેને લઇને નાના મોટા દરેક વેપારીને બજેટમાં કંઇક રાહત મળે તેવી આશા છે. કોરોનાને કારણે લોકોનું બજેટ ખોરવાઇ ગયુ છે. આર્થિક ફટકો પડ્યો છે તેવામાં ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રી પણ રાહ જોઇ રહી છે કે ક્યારે કેન્દ્ર સરકારFADAની માગ સ્વીકારે. મહત્વનુ છે કે FADAએ નાણા મંત્રાલયને દ્વિચક્રી વાહનો પર GST દર 18 ટકા કરવા વિનંતી કરી છે.